બંધ રહેણાક મકાનમાં આગ લાગતા તમામ ચીજવસ્તુઓ ભસ્મ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના બંધ રહેણાક મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં શહેરના દરજી સમાજની વાડી નજીક વર્ષોથી બંધ પડેલા રહેણાક મકાનમાં આજે મંગળવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યારે આ બંધ મકાન પૌરાણિક અને લાકડાના બાંધકામ વાળું હોવાથી જોતજોતામાં આગ આખાય ઘરમાં પ્રસરી ગઈ હતી અને થોડા જ સમયમાં આખુંય મકાનનું બાંધકામ બળીને ખાક થઈ ચૂક્યું હતું આ તરફ આગની ઘટના બનવાની જાણ ફાયર ફાયટર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા જેમાં કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ અંતે આગ પર કાબુ મેળવવાના સફળતા મળી હતી જોકે મકાન વર્ષોથી બંધ હોવાના લીધે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની વિગત સામે આવી નથી પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.



