શિક્ષાત્મક પગલાં રૂપે સોનારાને ત્રણ વર્ષ માટે PSI તરીકે ફરજ બજાવવા DGPનો આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના સીપીઆઈ બી. પી. સોનારાની ફરજમાં કાપ મૂકીને તેમને પીઆઈમાંથી પીએસઆઈ બનાવવાનો રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષાત્મક પગલાં રૂપે ઉચ્ચ કક્ષાએથી આવેલ આદેશ અંતર્ગત સોનારાની ફરજમાં કાપ મુકવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
- Advertisement -
મોરબી જીલ્લામાં પોતાની સિંઘમગીરીના કારણે વારંવાર બદલીઓનો ભોગ બનતા અને હાલ વાંકાનેરના સીપીઆઈ તરીકે ફરજ બજાવતા બળવંત સોનારાને શિક્ષાત્મક પગલાં રૂપે પીઆઈમાંથી પીએસઆઈ બનાવી દેવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડાના આદેશના પગલે સજાના ભાગ રૂપે પીઆઈ બી.પી.સોનારાને હવે નીચેના પદે એટલે કે પીએસઆઈ તરીકે હેડ ક્વાર્ટરમાં મૂકી પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ સોંપવામાં આવી છે જેથી મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ ઉચ્ચ કક્ષાએથી આવેલ આદેશનો તાત્કાલિક અમલ કરવા બી. પી. સોનારાને હુકમ કર્યો છે.