ધૂમ્રપાન મુક્ત કાર્તિક પૂર્ણિમા મેળો
ખાસ-ખબર ન્યૂઝ સોમનાથ, તા.14
બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો લોકો આનંદ લઈ રહ્યાં છે. આ મેળામાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વહીવટી ત્ંત્ર પણ સુનિયોજીત કામગીરી કરી રહ્યું છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ધૂમ્રપાન મુક્ત રહે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ધૂમ્રપાનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે અને સાથે જ પેમ્ફલેટ અને વીડિયો ક્લિપ દ્વારા વ્યસનની હાનિકારક અસરોની સમજણ આપવામાં આવી રહી છે.
- Advertisement -
એન.ટી.સી.પી આરોગ્ય શાખા, ગીર સોમનાથ દ્વારા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી તથા એપિડેમિક મેડિકલ ઓફિસરની સૂચનાથી પાંચ દિવસના કાર્તિક પૂર્ણિમા મેળામાં આઈ.ઈ.સી બેનર્સ, પોસ્ટર્સ તથા આરોગ્ય સ્ટોલ ઉપર પ્રોજેકટર દ્વારા વીડિયો ક્લિપ અને પેમ્ફલેટ વિતરણ તેમજ કલમ-4 હેઠળ દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.