નાનપુરામાં દબાણ હટાવવા રજુઆત કરી તો દબાણ ડબલ થઈ ગયાં.
સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા એક મહિનાથી દબાણ દુર કરવા માટે સ્થાયી સમિતિમાં ફરિયાદ થઈ રહી છે પરંતુ દબાણ દુર થવાના બદલે ડબલ થઈ ગયાં છે. સેન્ટ્રલ ઝોનના કાદરશાની નાળના એક રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે દબાણના કારણે લોકોની મુશ્કેલી વધી છે. આ અંગેની ફરિયાદ બાદ ઝોનના અધિકારીએ દબાણ કરનારાઓને નોટીસ આપી હતી. ત્યાર બાદ પાલિકા દબાણ હટાવે તે પહેલાં દબાણ કરનારાઓએ દબાણની સંખ્યા વધારીને પાલિકાને પડકાર ફેંકી દીધો છે. આ વિસ્તારમા દબાણ કરનારાઓ માથાભારે હોવાથી પાલિકા કમિશ્નરની સુચના બાદ પણ દબાણ હટતા નથી.