શુક્રવારે વર્લ્ડ કપમાં 3 વોર્મ-અપ મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકાને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.
વર્લ્ડ કપ 2023ની એક્શન આખરે ભારતમાં શરૂ થઈ ગઈ છે. દસ ટીમોની ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે. પરંતુ ટૂર્નામેન્ટની પ્રેક્ટિસ મેચો શુક્રવાર, 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ અને ટીમોએ ભારતીય પરિસ્થિતિઓ અને મેદાનમાં પોતાનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું. 7 વર્ષ બાદ ભારત આવેલી પાકિસ્તાની ટીમની અહીં ખરાબ શરૂઆત થઈ હતી. બાબર આઝમની કપ્તાનીવાળી પાકિસ્તાની ટીમ તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટે હારી ગઈ હતી. આ સિવાય વિવાદોથી ઝઝૂમી રહેલી બાંગ્લાદેશની ટીમે પણ પોતાની પ્રથમ વોર્મ-અપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું.
- Advertisement -
What a run chase! 👌
New Zealand start their #CWC23 preparations with a stunning win over Pakistan in Hyderabad 👏#NZvPAK | #CWC23 | 📝: https://t.co/rEthdn9SdD pic.twitter.com/arou5fEUs7
— ICC (@ICC) September 29, 2023
- Advertisement -
તમામ ખેલાડીઓને તક આપી
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોએ પોતાના લગભગ તમામ ખેલાડીઓને તક આપી હતી. જો કે, ન્યુઝીલેન્ડે અનુભવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને બોલિંગ આપી ન હતી, જ્યારે કેપ્ટન કેન વિલિયમસને માત્ર બેટિંગ કરી હતી. પાકિસ્તાન માટે આ મેચમાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને આરામ આપવામાં આવ્યો હતો.