મોજામાં સંતાડીને લઇ જતી હતી રૂ. 1 કરોડથી વધુ રૂપિયા, કેસ દાખલ
ખાસ-ખબર ન્યૂઝ લાહોર, તા.30
- Advertisement -
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની એક એર હોસ્ટેસ લાહોરના અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ચલણની દાણચોરી કરતી ઝડપાઈ હતી. એર હોસ્ટેસે તેના મોજામાં ઘણા યુએસ ડોલર અને સાઉદી રિયાલ છુપાવ્યા હતા.
આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તપાસ એજન્સીનો સ્ટાફ એર હોસ્ટેસના મોજામાંથી આ ચલણ કાઢી રહ્યો છે. તેની કિંમત લાખો પાકિસ્તાની રૂૂપિયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ એર હોસ્ટેસને શનિવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી કલેક્ટર કસ્ટમ્સ રાજા બિલાલે જણાવ્યું કે, એર હોસ્ટેસ પાસેથી 1,40,000 સાઉદી રિયાલ રિકવર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની રૂૂપિયામાં તેની કિંમત લગભગ 1 કરોડ 4 લાખ રૂપિયા છે. ડેપ્યુટી કલેકટરે કહ્યું કે, શંકાના આધારે એર હોસ્ટેસને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી હતી. આ પછી તેની શોધખોળ
કરવામાં આવી હતી. એર હોસ્ટેસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને તપાસ ટીમને સોંપવામાં આવી છે.
એર હોસ્ટેસ વિરુદ્ધ એફઆઈઆરમાં એક્યૂ દ્વારા તેનું નામ નોંધવામાં આવ્યું છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એર હોસ્ટેસ લાહોરથી જેદ્દાહ જઈ રહેલી ઙઈંઅ ફ્લાઈટ નંબર ઙઊં 203માં હતી. વધુમાં એવું કહેવાય છે કે કસ્ટમ અધિકારીઓને બાતમી મળી હતી કે એર હોસ્ટેસ વિદેશી ચલણની દાણચોરી કરી રહી છે.
એર હોસ્ટેસ વિરુદ્ધ દાણચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. ઙઈંઅના પ્રવક્તાએ કહ્યું છે કે જો તપાસ બાદ એર હોસ્ટેસ દોષી સાબિત થશે તો તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
- Advertisement -
આ પહેલા વર્ષ 2024ની શરૂઆતમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. ત્યારપછી કેનેડાની ફ્લાઈટમાં પોસ્ટ કરાયેલી પીઆઈએની એક મહિલા ફ્લાઇટ એટેન્ડન્ટને ટોરોન્ટો એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવી હતી અને તેની પાસે બહુવિધ પાસપોર્ટ મળી આવ્યા હતા.