‘પાકિસ્તાને અમને ફોન કર્યો, કહ્યું કે રોકાઈએ’: ભારત-પાક યુદ્ધવિરામ પર સલમાન ખુર્શીદ
ખુર્શીદ એક બહુ-સ્તરીય પ્રતિનિધિમંડળનો ભાગ છે જેને આતંકવાદ પર ભારતના વલણ અને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે વિદેશ મોકલવામાં આવ્યું છે.
- Advertisement -
ભારતને કોઈ ભટકાવી ન શકાય
ભારતની માંગ વિશે વધુ સ્પષ્ટતા આપકા ખુર્શીદે કહ્યું કે, ‘ભારત હવે મહાશક્તિ બનવાના રસ્તા પર છે અને કોઈપણ તેને નહીં રોકી શકે. ભારત મહાન બનવાની રસ્તે છે અને કોઈ અમને ભટકાવી નહીં શકે. એ જરૂરી નથી કે, અમે અમારી તાકાત દુનિયાને બતાવીએ. ભારતની એકમાત્ર અને સ્થાયી માંગ એ છે કે, પાકિસ્તાન આતંકવાદનો સાથ છોડી દે. ભારતનો અવાજ આજે સત્તાપક્ષ અને વિપક્ષ એકસાથે ઉઠાવી રહ્યો છે. જો પાકિસ્તાનમાં થોડી પણ સમજ બચી હોય તો સમજે કે ભારત શું માંગે છે.’
આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, ‘હું ભલે કોંગ્રેસ પાર્ટીમાંથી છું અને મારા સાથી ભાજપ અને અન્ય પાર્ટીના છે, પરંતુ અમે બધા પાર્ટી નહીં ભારતનો મેસેજ લઈને આવ્યા છીએ. અમારામાંથી અમુક સત્તાપક્ષમાંથી નથી. તેમ છતાં અમે એકસાથે છીએ કારણ કે, અમે ભારત નામના એક વિચારનું સમર્થન કરી રહ્યા છીએ.’
- Advertisement -
જણાવી દઈએ કે, 7 મેના દિવસે શરૂ થયેલા ઓપરેશન સિંદૂરમાં ભારતના જમ્મુ-કાશ્મીરના પહલગામાં થયેલા આતંકવાદી હુમલો (22 એપ્રિલ)ના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હતો. જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દીન જેવા સંગઠનોના 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.