બલૂચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટેનને હાઈજેક કરી લેવામાં આવતા ખળભળાટ
16 બલુચીઓને ઠાર કરી 104 બંધકોને છોડાવાયાનો પાક. દાવો
- Advertisement -
સેના નજીક આવી તો બધા બંધકોને ઉડાવી દઈશું : બીએલએની પાક. સૈન્યને ધમકી : અંતિમ આતંકીના મોત સુધી અમારુ અભિયાન ચાલુ રહેશે : પાક. ગૃહમંત્રી મોહસીન નકવી : જેલમાં બંધ બલુચી નેતાઓને, યુદ્ધબંદીઓને છોડવાની બલુચી બળવાખોરોની માંગ
કવેટાથી પેશાવર જતી જાફર એકસપ્રેસ ટ્રેનને બલુચી બળવાખોરોએ ગઈકાલે હાઈજેક કરી હતી. આ ટ્રેનમાં 500 જેટલા યાત્રીઓ છે. બલુચીસ્તાન લિબરેશન આર્મીના બળવાખોરોએ જેલમાં બંધ બલુચ નેતાઓ અને યુદ્ધ બંદીઓની અદલાબદલીની માંગ સાથે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ ગઈકાલે આપ્યુ હતું. દરમિયાન બલુચી બળવાખોરોએ 214 યાત્રીઓને બંધકો બનાવ્યા છે અને અત્યાર સુધીમાં 30 સૈનિકોની હત્યા કરી નાખી છે. આ દરમિયાન પાક. સેના અને બલુચીઓ વચ્ચેની અથડામણમાં 16 બલુચી બળવાખોરોને ઠાર કરવાનો અને 104 જેટલા યાત્રીઓના બચાવનો દાવો પાક. સૈન્યે કર્યો છે. આ મામલે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બલુચી બળવાખોરે સ્પષ્ટ શબ્દોમાં ધમકી આપી છે કે પાકિસ્તાની સેના નજીક આવી તો બધાને ઉડાવી દઈશું.
બધા બંધકો ફિદાયીન ટુકડી મજિદ બ્રિગેડના કબજામાં
- Advertisement -
બીજી બાજુ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ કહ્યું હતું કે છેલ્લા આતંકીની મોત સુધી સુરક્ષા દળોનું અભિયાન ચાલુ રહેશે. આ મામલે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ટ્રેનચાલકની હાલત ગંભીર છે. ઈમર્જન્સી રાહત ટ્રેનના સ્થળે પહોંચી ગઈ છે. સરકારે મોત અને બંધકોનો આંકડો આપવાનો ઈન્કાર કર્યો છે. બલુચ સરકારે ક્ષેત્રમાં ઈમર્જન્સી લગાવીને બધી હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે. દરમિયાન બીએલએ બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે બધા બંધકો ફિદાયીન ટુકડી મજિદ બ્રિગેડના કબજામાં છે. બલુચ અને પાક. સૈન્ય વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે અને પાકિસ્તાની વાયુસેનાના એન્ટ એરક્રાફટ ગનોથી મુકાબલો કરી રહ્યા છે. દરમિયાન બલુચી બળવાખોરોએ મજીદ બ્રિગેડને સ્પષ્ટ રીતે નિર્દેશ આપી દીધા છે કે જો પાક. સેના બંધકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે તો બધા બંધકોને ઠાર કરી દેજો.
104 બંધક મુક્ત કરાવાયાનો દાવો
BLAની માગ શું છે?
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. 1948થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. BLA બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરે છે. BLAની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. BLA તેનો વિરોધ કરે છે.