ખાસ-ખબર ન્યૂઝ ઈસ્લામાબાદ, તા.3
પાકિસ્તાન માટે નવેમ્બર મહિનો “હત્યારો માસ” બની રહ્યો હતો. એક જ મહિનામાં 68 સલામતી રક્ષકો સહિત કુલ 245 ના મોત થયા હતા. આ અથડામણોમાં 127 ત્રાસવાદીઓ માર્યા ગયા હતા અને 50 નાગરિકોના પણ મૃત્યુ થયા હતા. ઈસ્લામાબાદ સ્થિત થિંક-ટેન્કટે પાકિસ્તાન ઈન્સ્ટીટયુટ ફોર કોમ્ફલીટસ એન્ડ સિક્યુરિટી સ્ટડીને આપેલી આ માહિતીના આધારે આપ્યો હતો. નવેમ્બર મહિનો તે આ વર્ષનો સૌથી વધુ તેવો બીજો હત્યારો મહિનો બની રહ્યો હતો. આ પુર્વે ઓગસ્ટ મહિનામાં 254 ના મૃત્યુ નોંધાયા હતા. જેમાં 92 નાગરિકોના મૃત્યુ પણ સમાવિષ્ટ હતા તથા 108 ત્રાસાવાદીઓ અને 54 સલામતી રક્ષકો માર્યા ગયા હતા. સલામતી રક્ષકોનાં થયેલા મૃત્યુની સંખ્યા જોઈને તો નવેમ્બરમાં સૌથી વધુ સલામતી રક્ષકો માર્યા ગયા હતા. ઓકટોબરમાં પણ 54 સલામતી રક્ષકો માર્યા ગયા હતા. જ્યારે નવેમ્બરમાં તે આંક 68 પહોંચ્યો હતો., ખૈબર-પખ્તુનવામાં 50 ત્રાસવાદી હુમલાઓ થયા હતા.
જ્યારે બલુચિસ્તાનમાં 20 ત્રાસવાદી હુમલા થયા હતા. જેમાં સલામતી દળોના 26 સૈનિકો, 24 નાગરિકો અને 9 આતંકીઓ માર્યા ગયા હતા. પૂર્વે સરહદ પ્રાંત તરીકે ઓળખાતો ખૈબર-પખ્તુનવા પ્રાંત અને દક્ષિણ પશ્ર્ચિમનો બલુચિસ્તાન પ્રાંત બંને સુકા પર્વતીય અને ડુંગરાળ પ્રદેશો છે. તે બંને પ્રદેશો દાયકાઓથી અશાંતિગ્રસ્ત છે. 2023 માં ખૈેબર પખ્તુનવામાં સલામતી દળોના 114 સૈનિકો માર્યા ગયા હતા. ખૈૈબર પખ્તુનવા, બલુચિસ્તાન પછી હવે તો સિંધ પણ આશાંતિગ્રસ્ત થઈ ગયું છે. 2014 ના 11 મહિનામાં 856 ત્રાસવાદી હુમલાઓ દેશમાં નોંધાયા હતા. જેમાં 1082 લોકોના (સલામત રક્ષકો તથા નાગરિકો સહિત) મૃત્યુ નોંધાયા હતા. ટુંકમાં પાકિસ્તાનમાં દિવસે દિવસે સલામતી વ્યવસ્થા તુટતી જાય છે. સાથે અસામાન્ય આર્થિક ભીંસમાં આવેલું પાકિસ્તાન એક ” સ્ટેટ” બની રહ્યું છે.



