પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ટાર્ગેટ પર ઈરાનની એર સ્ટ્રાઈક બાદ હવે પાકિસ્તાને પણ ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે.
ઈરાને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને હુમલા કર્યા હતા. આ એર સ્ટ્રાઈક બાદ હવે પાકિસ્તાન પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કર્યો છે.
- Advertisement -
પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે તેમની વાયુસેનાએ પણ ઈરાન પર હવાઈ હુમલો કર્યો છે. મીડિયા અનુસાર, પાકિસ્તાની એરફોર્સે ઈરાન સાથેની સરહદ પર આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. જણાવી દઈએ કે આ પહેલા ઈરાને પાકિસ્તાનની સરહદે આવેલા બલુચિસ્તાન વિસ્તારમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો.
બંને દેશોએ એકબીજાના રાજદૂતોને પરત મોકલી દીધા હતા. પાકિસ્તાને જવાબી કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી. જો કે, પાકિસ્તાની મીડિયાએ હજુ સુધી આ હુમલો ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો તે અંગે કોઈ માહિતી આપી નથી.