-ભારત સાથે ત્રણ યુદ્ધ લડયા પણ મળી ગરીબી જ
ઘાસ ખાઈને પણ અણુબોમ્બ બનાવી ભારત સામે લડવાની શેખી મારનાર પાકિસ્તાન હવે વિશ્વના સૌથી કંગાળ દેશોની હરોળમાં આવી જતા હવે વાસ્તવિકતા સ્વીકારી ભારત સાથેની દ્વીપક્ષી સમસ્યાઓ ઉકેલવા વાટાઘાટની તૈયારી દર્શાવી છે. પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગઈકાલે એક કાર્યક્રમમાં બોલતા સ્વીકાર્યુ કે, ભારત સાથે ત્રણ યુદ્ધ લડયા બાદ ગરીબી જ મળી છે અને અમો ક્ષેત્રીય વિકાસને આગળ વધારવા માટે ભારત સાથે વાટાઘાટ કરવા તૈયાર છે.
- Advertisement -
પાક વડાપ્રધાને સ્વીકાર્યુ કે કદી કોઈ વિકલ્પ હોઈ શકે નહી. અમો ભારત સાથે વાટાઘાટના ટેબલ પર આવવા તૈયાર છીએ. તેઓએ સ્વીકાર્યુ કે પાક એક અણુશસ્ત્રોથી સજજ દેશ છે છતા પણ દેશને મળ્યું છે શું તે પ્રશ્ન છે. હું ઈમાનદારીથી કહું છું કે ભારત સાથે ત્રણ યુદ્ધ લડયા બાદ દેશને ફકત ગરીબી, બેરોજગારી, ખરાબ શિક્ષા, ખરાબ સ્વાસ્થ્ય અને આવશ્યક સ્ત્રોતોની તંગી સિવાય કંઈ મળ્યું નથી તો આપણે હવે માર્ગ પસંદ કરવો પડશે અને આર્થિક પ્રતિબદ્ધતા માટે હવે આપણે ચિંતા કરવી જોઈએ.
પાક વડાપ્રધાને સ્વીકાર્યુ કે, 75 વર્ષમાં તેઓએ પાકના લોકો સાથે જુલ્મ જ કર્યો છે. તેઓએ કહ્યું કે ભારત સાથે હવે યુદ્ધથી નહી કે શસ્ત્ર દૌટથી નહી પણ આર્થિક સ્પર્ધા કરીને જવાબ આપવાનો સમય છે. જો કોઈ અણુ હુમલો થયો તો પણ એ થયો હતો તે દર્શાવવા કોણ જીવિત રહેશે તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યા હતા તેથી યુદ્ધ વિકલ્પ નથી.
તેઓએ કહ્યું કે, ત્યાં સુધી પાકના મુદાઓને સમજી શકાય નહી. તેના ઉકેલ માટે પ્રયાસો કરાય તો તે સામાન્ય પાડોશી બની શકશે નહી. તેમણે અમેરિકા સાથે પણ સંબંધો સુધારવાની આવશ્યકતા દર્શાવી હતી.
- Advertisement -