નાદાર બનવાની અણીએ પહોંચેલા પાકિસ્તાનને અંતિમ ઘડીએ બે મુસ્લીમ દેશોની મદદ મળી ગઈ છે અને તેથી હાલ તુર્ત પાકિસ્તાન ડિફોલ્ટર થતા બચી ગયું છે. યુનાઈટેડ આરબ અમીરાત એ પાકિસ્તાનને તાત્કાલીક ત્રણ અબજ ડોલરની મદદ આપવાની જાહેરાત કરી છે.
જેમાં પાકિસ્તાનને આગામી બે માસમાં બે અબજ ડોલરની નવી લોન અપાશે. જયારે તુર્કીએ પણ પાકિસ્તાનને મદદ કરવાની જાહેરાત કરી છે. યુએઈ પાકિસ્તાનને એક અબજ ડોલરની સહાય ક્રુડતેલ સપ્લાય તરીકે આપશે જેનું હાલ પાકિસ્તાને પેમેન્ટ કરવાનું રહેશે નહી અને બાદમાં તે રકમ લાંબાગાળાના હપ્તાથી વસુલાશે.
- Advertisement -
આ ઉપરાંત તુર્કી દ્વારા પાકિસ્તાનને ખાદ્ય ચીજો સહિતની મદદ કરવાની જાહેરાત કરી છે અને તેના શીપમેન્ટના હાલ પૈસા લેશે નહી. પાકિસ્તાનની હાલત અત્યંત ખરાબ છે. આ દેશ પાસે વિદેશી ચલણનો ભંડાર 4.34 અબજ ડોલર જ રહી ગયો છે જે 2014 બાદનો સૌથી ઓછો છે અને ચીન સહિતના દેશો એ અગાઉથી જ પાકિસ્તાનને 26 અબજ ડોલરની લોન આપી રાખી છે તેથી તે વધુ લોન આપવા તૈયાર નથી. બીજી તરફ સાઉદી અરેબીયા પણ પાકિસ્તાનને મદદ કરશે.