એકબાજુ અમેરિકા જ્યાં પાકિસ્તાનની સાથે ફાઈટર વિમાનોના કરાર કરે છે, તો બીજી તરફ હવે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને આ નિવેદન આપ્યું છે.
યાદ રહે કે પાકિસ્તાન વિદેશમાંથી મળતા સૈન્ય હથિયારોનો ઉપયોગ ભારત સામે કરે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને પાકિસ્તાનને લઇને મોટુ નિવેદન આપ્યું.
તેમણે કહ્યું, મને લાગે છે કે કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક પાકિસ્તાન છે, કારણકે આ દેશની પાસે કોઈ કરાર વગર પરમાણુ હથિયાર છે. વ્હાઈટ હાઉસે જો બાઈડેનનુ નિવેદન જાહેર કર્યુ છે. બાઈડને આ વાત ડેમોક્રેટીક કોંગ્રેસના અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં કહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે રશિયા-યુક્રેન સંઘર્ષને લઇને પણ ટીપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષથી દુનિયા ખૂબ પ્રભાવિત થઇ છે. આ ઉપરાંત તેમણે અન્ય દેશોની સાથે વોશિંગ્ટનના સંબંધો અંગે પણ વાતચીત કરી.
- Advertisement -
અને તેઓએ ઈટલી અને હંગેરી જેવા દેશને નિશાન બનાવ્યા હતા. શ્રી બાઈડન અનેક દેશોમાં લોકતંત્રની જે સ્થિતિ નબળી પડી રહી છે તે અંગે બોલી રહ્યા હતા જેમાં તેઓએ પાકિસ્તાનને વિશ્વના સૌથી ખતરનાક દેશ તરીકે ગણાવતા ઉમેર્યુ કે આ દેશ દ્વારા કોઈ નિયંત્રણ વગર જ અણુ હથિયાર બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાનના નાણામંત્રી અમેરિકામાં હતા અને તેઓ પાકિસ્તાન માટે મોટી મદદની આશા સાથે આવ્યા હતા જયારે પાકિસ્તાન સૈન્યના વડા જનરલ બાજવા પણ અમેરિકામાં બાઈડન શાસનના મહત્વના મંત્રીઓ અને અધિકારીઓને મળી રહ્યા છે તે સમયે બાઈડનનું આ નિવેદન મહત્વનું છે.
"What I think is maybe one of the most dangerous nations in the world, Pakistan. Nuclear weapons without any cohesion", said US President Joe Biden at Democratic Congressional Campaign Committee Reception pic.twitter.com/cshFV5GVHY
— ANI (@ANI) October 15, 2022
- Advertisement -
ચીન સાથેના સંબંધો અંગે બાઈડને કહ્યું મને ઓબામા શાસન દરમ્યાન ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે કામ કરવાની સૂચના અપાઈ હતી અને મે તેમની સાથે અન્ય કોઈ કરતા પણ વધુ સમય પસાર કર્યો છે. હું ચીનમાં 78 કલાકના રોકાણમાં 68 કલાક જિનપિંગ સાથે હતો. તેઓએ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અંગે કહ્યું કે જો રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન અણુશસ્ત્રોનો ઉપયોગ કરવાની ચેષ્ટા કરશે તો તેમને પરિણામો ભોગવવા પડશે. બાઈડને આરોપ મુકયો કે પુટીનનો ઈરાદો નાટો સંગઠનમાં ભાગલા પાડવાનો છે.
પાકિસ્તાનના ઉર્જા મંત્રીએ બાઈડનના નિવેદનને નિરાધાર ગણાવ્યું
ધ ડૉન મુજબ પાકિસ્તાનના ઉર્જા મંત્રી ખુર્રમ દસ્તગીરે બાઈડનના નિવેદનને નિરાધાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ઘણી વખત પાકિસ્તાનના પરમાણુ નિવારકને સત્યાપિત કર્યુ છે.