ફરી કાશ્મીર મુદો ઉફરી કાશ્મીર મુદો ઉઠાવવાની કોશિશ કરતા ભારતીય પ્રતિનિધિએ આકરો જવાબ આપ્યોઠાવવાની કોશિશ કરતા ભારતીય પ્રતિનિધિએ આકરો જવાબ આપ્યો
પાક. પોતે જ ત્રાસવાદનો ભોગ બન્યું હોવાના પાક.ના દાવાના ચીંથરા કાઢી નાખતું ભારત: તમારા દેશમાં 20થી વધુ પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠનો સક્રિય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ભારત અને પાકિસ્તાન એક તરફ ચેમ્પીયન ટ્રોફીમાં ટકરાઈ રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં ફરી એક વખત ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદે આડે હાથ લેતા કહ્યું હતું કે અમે જૈસ એ મહમ્મદ સહિતના આતંકી સંગઠનો જે ભયનો માહોલ ઉભો કરે છે તેનો ત્રાસ અનુભવીએ છીએ. રાષ્ટ્રસંઘની બેઠકમાં ભારતે પાકિસ્તાનના આતંકવાદ મુદે ચીથરા કાઢી નાંખ્યા હતા અને જણાવ્યું કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદના કારણે ભારતમાં અનેક ત્રાસવાદી હુમલાઓ થયા છે.
રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ પી.હરીશ એ પાકિસ્તાનને વૈશ્ર્વિક ત્રાસવાદનું કેન્દ્ર બતાવ્યું અને કહ્યું કે પાકિસ્તાનમાં રાષ્ટ્રસંઘએ જેના પર પ્રતિબંધ મુકયો હોય તેવા 20 જેટલા સંગઠનો આ દેશમાં મૌજૂદ છે અને છતા પાકિસ્તાન પોતાને આતંકવાદ સામે લડતા હોય તેવુ દર્શાવવા પ્રયત્ન કરે છે તો તે સૌથી મોટી વિડંબના છે. વાસ્તવમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી મોહમ્મદ ઈશાકદાર એ આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરનો પ્રશ્ર્ન ઉઠાવવાની કોશિશ કરી તો ભારતે તુર્તજ તેનો જવાબ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર એ ભારતનો આંતરિક હિસ્સો છે અને રહેશે અને તેમાં ભારત આતંકવાદ મુદે પણ કોઈ સમાધાન કરવા તૈયાર નથી. નિર્દોષ લોકો પર હુમલાને કોઈપણ રીતે યોગ્ય ઠરાવી શકાય નહી. પાકિસ્તાન જે જૂઠ અને ખોટી માહિતી આપવા કોશિશ કરી રહ્યું છે પણ તેનાથી જે સચ્ચાઈ છે તે બદલાતી નથી.