ચીનના નિષ્ણાત હુ શિશેંગે આપી સલાહ
ગુજરાત રાજ્યના મોડેલનો પણ કર્યો ઉલ્લેખ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતને કટ્ટર દુશ્ર્મન ગણતુ પાકિસ્તાન ચીનને પોતાનો ભાઈ ગણાવે છે. ચીનના જ એક નિષ્ણાતે હવે પાકિસ્તાનને સલાહ આપી છે કે, ભારત પાસેથી તમારે શીખવા જેવુ છે.
ચીનના બિજંગ શહેરના ઈન્સ્ટિટ્યુટ ઓફ સાઉથ એશિયન સ્ટડીઝના ડાયરેકટર હુ શિશેંગે પાકિસ્તાનના એક કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સિંગથી હાજરી આપી હતી અને તેમાં તેમણએ કહ્યુ હતુ કે, પાકિસ્તાને ભારત પાસેથી ઘણુ શીખવાની જરૂૂર છે. ભારતના વિકાસ પર પાકિસ્તાને ધ્યાન આપવુ જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, ભારતનો વિકાસ મુખ્યત્વે ગુજરાત મોડેલ પર આધારિત છે. પાકિસ્તાન આ પ્રકારનો વિકાસ કેમ નથી કરી શક્યુ તે વિચારવા જેવી વાત છે. પાકિસ્તાને નવી નવી યોજનાઓ શરૂૂ કરવાની જગ્યાએ પોતાનુ બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા મજબૂત કરવુ જોઈએ અને તેને ફરી જીવીત કરવુ જોઈએ. જેથી પાકિસ્તાનમાં બેકારી દૂર થઈ શકે.
હુ શિશેંગે કહ્યુ હતુ કે, પાકિસ્તાન પોતાની નાણાકીય ખાધ દૂર કરે તેમજ ઈન્ફ્રાસ્ટ્રકચર પર કામ કરે તે જરુરી છે. આ માટે પાકિસ્તાને આત્મનિર્ભર બનવુ પડશે. ચીનના એક્સપર્ટે આપેલી સલાહની પાકિસ્તાનની સરકાર પર બહુ અસર થાય તેમ લાગતુ નથી. આ પહેલા ખુદ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન પણ ભારતના વખાણ કરી ચુકયા છે. પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિએ પણ પાકિસ્તાની સરકારને ભારત સાથે ફરી વેપાર શરૂૂ કરવા માટે સલાહ આપી હતી. જોકે પાકિસ્તાનની સરકાર પોતાના આર્થિક વિકાસને ભુલીને માત્ર કાશ્ર્મીરનો રાગ આલાપી રહી છે.