ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાને જેના પર બળજબરીથી કબ્જો જમાવ્યો છે તેવા ગિલગિત બાલ્ટિસ્તાનની રાજધાની સ્કાર્દૂમાં ફરી એક વખત પાકિસ્તાન વિરોધી દેખાવો જોર પકડીરહ્યા છે.
દેખાવ કરનારા સ્થાનિક લોકોએ તો ગૃહ યુધ્ધ ભડકી ઉઠવાની અને ભારત સાથે વિલય કરવાની પણ ચીમકી આપી દીધી છે. ગિલગિત બાલ્ટિસ્તાનમાં ઘણા લોકો લાંબા સમયથી પાકિસ્તાન સરકારની નીતિઓની ટીકા કરીને ભારતમાં ભળી જવાની માંગણી કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે, પાકિસ્તાનની સરકાર અમારા પર જોહુકમી કરી રહી છે. જો સરકાર આ જ રીતે અત્યાચાર કરતી રહી તો અમારે નાછુટકે ગૃહ યુધ્ધ શરુ કરવુ પડશે તેવુ પણ લોકોનુ કહેવુ છે.
ગિલગિત બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન વિરોધી દેખાવો કરનારા કેટલાક નેતાઓની પાકિસ્તાન સરકારે ધરપકડ કરી હતી. તેમને છોડી દેવાની માંગણી પણ ઉગ્ર બની રહી છે. લોકો મોટી સંખ્યામાં આ માટે રસ્તા પર ઉતર્યા હતા અને તેનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્થાનિક નેતા લોકોને સંબોધન કરતા કહે છે કે, પાકિસ્તાની સરકાર જો આપણા નેતાઓને પકડવાનુ ચાલુ રાખશે તો આપણે વાયા કારગિલ થઈને ભારતમાં સામેલ થઈ જઈશુ.