-3 અબજ ડોલર આપવાના વાયદાનો આરબ દેશોએ અમલ નથી કર્યો
નફરતના બીજ પર પેદા થયેલ પાકિસ્તાન હાલ ભૂખમરામાં આવી ગયું છે. હાલ પાકિસ્તાન એશીયાનો સૌથી મોંઘવારીવાળો દેશ બની ગયો છે.કંગાળ પાકે.મોંઘવારીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 38 ટકા થઈ ગયો છે. ત્યાં સુધી કે આઈએમએફએ પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
- Advertisement -
પાકિસ્તાનમાં ખાધન્નની કિંમતોમાં બેફામ વધારાને કારણે મોંઘવારીનાં દરે માઝા મુકી છે.દરમ્યાન પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય મુદ્દા કોષમાંથી લોન મળવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે.આઈએમએફ પાક.વડાપ્રધાન શાહબાજની લોન માટેની માંગણી પણ ફગાવી દીધી છે. પાકિસ્તાનમાં ગત વર્ષે આજ મહિનામાં મોંઘવારી દર 13.76 ટકા હતો પણ આ વર્ષે સર્વોચ્ચ 38 ટકાએ પહોંચી ગયો છે.
મોંઘવારીમાં શ્રીલંકાથી આગળ નીકળી ગયુ પાક
મોહમ્મદ અલી ઝીણાનાં સપનાનું પાકિસ્તાન હાલ તો મોંઘવારીની ખાઈમાં પટકાઈ પડયુ છે.અત્યાર સુધી શ્રીલંકામાં સૌથી વધુ મોંઘવારી હતી પણ હવે પાકિસ્તાને તેને પાછળ છોડી દીધુ છે.
પાકિસ્તાનમાં જયાં સતત મોંઘવારી વધી રહી છે. ત્યાં શ્રીલંકામાં છેલ્લા 8 મહિનાથી તે નીચે આવી રહી છે. મેમાં શ્રીલંકામાં મોંઘવારીનો દર 25.2 ટકા રહ્યો જે એપ્રિલમાં 35.3 ટકા હતો. દરમ્યાન આઈએમએફ લોનનો રસ્તો બંધ કરી દેતા હવે શ્રીલંકાની જેમ જ પાકિસ્તાન પર ડીફોલ્ટ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
- Advertisement -
દરમ્યાન પાકિસ્તાનનાં નાણા રાજયમંત્રી આયશા ગૌસ પાશાએ જણાવ્યું હતું કે, અમારી સરકાર પાસે આઈએમએફ પ્રોગ્રામ સિવાય કોઈ પ્લાન બી તૈયાર નથી. પાકિસ્તાનને સાઉદી આરબ અને યુએઈ સમુહે 3 અબજ ડોલર આપવાનો વાયદો કર્યો છે પણ હજુ તેનો અમલ નથી અને મુસીબત વધતી જાય છે.