હવેથી કોઈ પણ એરપોર્ટ પર ફોટા પાડી શકશે નહીં કે કોઈ પણ પ્રકારનો વીડિયો બનાવી શકશે નહીં
પહેલા પણ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના વિમાનનો ફોટોસ લીક થયા હતા
- Advertisement -
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે થતી તેની બદનામીથી બચવા માટે એક વિચિત્ર નિયમ લાગૂ કર્યો છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ નિર્ણય લીધો છે કે હવેથી કોઈ પણ એરપોર્ટ પર ફોટા પાડી શકશે નહીં કે કોઈ પણ પ્રકારનો વીડિયો બનાવી શકશે નહીં.
પાકિસ્તાન અને તેની એરલાઇન્સની તસવીરો સમયાંતરે સામે આવતી રહે છે, જેનાથી તેની વાસ્તવિકતા બધાની સામે આવતી રહે છે. આ તસવીરો સામે આવ્યા બાદ પાકિસ્તાનને ઘણી ટીકાઓનો સામનો પણ કરવો પડે છે. આ ટીકા ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પહોંચી જાય છે. એટલા માટે જ આનાથી બચવા માટે પાકિસ્તાને હવે એક નવો નિયમ લાગુ કર્યો છે.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) એ નિર્ણય લીધો છે કે હવેથી કોઈ પણ એરપોર્ટ પર ફોટા પાડી શકશે નહીં કે કોઈ પણ પ્રકારનો વીડિયો બનાવી શકશે નહીં. આ નિયમ સમગ્ર એરપોર્ટ પર લાગુ થશે, જેમાં તે તમામ સ્થળોનો સમાવેશ થાય છે જ્યાં વિમાન મેન્ટેનન્સનું કામ થાય છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ તેના આદેશમાં, તમામ એરલાઇન્સ અને ઉડ્ડયન કંપનીઓ પર આ નિયમો લાગુ કર્યા છે.
- Advertisement -
કોણ લઈ શકશે ફોટો અને વીડિયો?
PAA નોટિસમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ફક્ત સંબંધિત એરક્રાફ્ટ એન્જિનિયરો અને મેન્ટેનન્સ સ્ટાફને જ જાળવણી દરમિયાન વિમાનના ફોટોગ્રાફ્સ અથવા વીડિયો લેવાની મંજૂરી આપવામાં આવશે, અને એ પણ જ્યારે જરૂરી લાગે ત્યારે જ. આ ઉપરાંત ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશના અમલ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
પાકિસ્તાને આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે તાજેતરમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ના વિમાનનો ફોટો લીક થયો હતો. આ ફોટો વાયરલ થયા બાદ પાકિસ્તાનને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે પાકિસ્તાને હવે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાને બદનામીથી બચવા માટે આ નિયમ લાગુ કર્યો છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જોકે, જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં આ નિયમનું કેટલું પાલન થાય છે અને પાકિસ્તાન પોતાની બદનામીને કેવી રીતે ઘટાડે છે.