પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ તેના દેશના વડાપ્રધાન શાહબાઝ શરીફને પત્ર લખીને ઑક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડકપમાં રમવા ભારતની યાત્રાની સત્તાવાર મંજૂરી માંગી છે. અહેવાલો પ્રમાણે પીસીબીએ આ પત્રને ગૃહ અને વિદેશ મંત્રાલયને પણ મોકલ્યો છે.
બોર્ડે રાષ્ટ્રીય ટીમની ભારત યાત્રા અંગે સલાહ માંગી છે. આ સાથે જ પૂછયું છે કેશું પાકિસ્તાનની મેચોના પાંચ સ્થલોને લઈને સરકારને કોઈ વાંધો છે ? આ પત્ર 26 જૂને લખવામાં આવ્યો હતો.
- Advertisement -
જેમાં એવું પણ કહેવાયું હતું કે, પીસીબીએ પાકિસ્તાનની મેચોનો કાર્યક્રમ સરકાર સાથે શેયર કર્યો છે. હવે સરકાર દ્વારા આ મામલે કેવું વલણ અખત્યાર કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.