મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે કે ગોરખપુરમાં હાથીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 5 લાખની રાહત રકમ આપવાની સૂચના આપવામાં આવી છે.
યુપીના ગોરખપુરના એક ગામમાં યજ્ઞ અને કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને શાનદાર બનાવવા માટે બે હાથીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. થયું એવું કે અચાનક એક હાથી ગામમાં ચાલતા એ યજ્ઞથી ડરી ગયો અને તેને ત્યાં જ ભીષણ તાંડવ મચાવ્યું હતું. જે કોઈ તે સમયે હાથીની સામે આવ્યું તેને હાથીએ કચડી નાખ્યો. જણાવી દઈએ કે આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. નોંધનીય છે કે સીએમ યોગીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ગોરખપુરમાં હાથીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 5 લાખની રાહત રકમ આપવાની સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
#UPCM @myogiadityanath ने जनपद गोरखपुर में हाथी के हमले से हुई जनहानि पर गहरा दुःख प्रकट किया है।
मुख्यमंत्री जी ने स्थानीय प्रशासन को मृतकों के परिजनों को ₹05-05 लाख की राहत राशि प्रदान किए जाने के निर्देश दिए हैं। उन्होंने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
— CM Office, GoUP (@CMOfficeUP) February 16, 2023
- Advertisement -
યજ્ઞ બાદ હાથીને પ્રસાદ ખવડાવી રહી હતી મહિલાઓ
જણાવી દઈએ કે અ કિસ્સા વિશે વાત કરતા ગામલોકોએ જણાવ્યું હતું કે નદી કિનારે આવેલા દિહ પાસે આયોજિત તે યજ્ઞમાં 5-6 હજાર લોકો પહોંચ્યા હતા. જો કે તેને વધુ શાનદાર બનાવવા માટે આમાં બે હાથીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું અને ગામની મહિલાઓ યજ્ઞ બાદ હાથીને પ્રસાદ પણ ખવડાવી રહી હતી. અચાનક એવું બન્યું કે બે હાથીમાંથી એક હાથી ડરી ગયો.
Gorakhpur, UP | Two women & a child killed after a wild elephant trampled them in Mohmmadpur Mafi village of Gorakhpur. Management has tranquilised the elephant and soon will shift the elephant: Krishna Karunesh, District Magistrate, Gorakhpur pic.twitter.com/MdFWo92Jmm
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2023
હાથનું રોદ્રરૂપ જોઇને ભાગદોડ મચી ગઈ
અચાનક હાથની ડરી જવાથી હાથીએ તેની સામે આવતી દરેક વ્યક્તિને કચડી નાખવાનું શરુ કર્યું હતું. જણાવી દઈએ કે હાથીએ દિલીપ મધેશિયાની પત્ની કૌશલ્યા દેવી (50 વર્ષ), તેના ચાર વર્ષના પૌત્ર ક્રિષ્ના અને ગામની મહિલા કાંતિ દેવી (55 વર્ષ)ને કચડી નાખ્યા. નોંધનીય છે કે અ ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાથીનું ઉગ્ર સ્વરૂપ જોઈને ત્યાં ભાગદોડ મચી ગઈ હતી અને આ પછી હાથી ખેતર તરફ ભાગવા લાગ્યો હતો.
આ કારણે હાથીને સમયસર ખસેડ્યો નહીં
મળતી જાણકારી અનુસાર ત્યાં હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ‘યજ્ઞ ચાલી રહ્યો હતો. મોટી ભીડને કારણે હાથી મુંજાઈ ગયો અને બે મહિલાઓ અને એક બાળકને કચડી નાખ્યો.’ જો કે એ વ્યક્તિએ આરોપ લગાવ્યો કે ‘મહાવતને હાથી હટાવવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ મહિલાઓ પૈસા ચઢાવી રહી હતી. આ કારણે તેણે હાથીને આગળ ન ખસેડ્યો. જો તેણે સમયસર હાથીને હટાવી દીધો હોત તો કદાચ આ અકસ્માત ન થયો હોત.