ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી,
ઙખ મોદીએ શુક્રવારે બિહારના સાસારામના દુર્ગાડીહમાં જાહેરસભા યોજી હતી. લગભગ 40 મિનિટના ભાષણમાં તેમણે આતંકવાદ વિશે કડક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે પહેલગામ હુમલાના એક દિવસ પછી હું બિહાર આવ્યો હતો. મેં બિહારની ધરતી પરથી આપેલું વચન પૂર્ણ કર્યું.
- Advertisement -
’મેં કહ્યું હતું કે માતાઓના સુહાગને ઉજાડનારને તેમની કલ્પના કરતાં વધુ સજા કરવામાં આવશે, જેમણે પાકિસ્તાનમાં બેસીને આપણી બહેનોના સિંદૂરને ઉજાડ્યો. આપણી સેનાએ તેમના છુપાયેલાં સ્થળોને ખંડેરમાં ફેરવી દીધા. પાકિસ્તાન અને દુનિયાએ પણ ભારતની દીકરીઓના સિંદૂરની શક્તિ જોઈ.’ ’દુશ્મનને ખબર હોવી જોઈએ કે ’ઓપરેશન સિંદૂર’ આપણા સેથામાં ફક્ત એક તીર છે. ભારતની લડાઈ ન તો અટકી છે કે ન તો થંભી છે. જો આતંકવાદનો ગઢ ફરી ઊગશે તો અમે એને તેના દરમાંથી બહાર કાઢીશું અને તેને કચડી નાખીશું. પછી ભલે તે સરહદ પાર હોય કે સરહદની અંદર.’ મેં મારું વચન પૂરું કર્યું: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આપણા ઘણા નિર્દોષ નાગરિકો માર્યા ગયા. આ આતંકવાદી હુમલાના એક દિવસ પછી હું બિહાર આવ્યો હતો અને મેં બિહારની ધરતી પરથી દેશને વચન આપ્યું હતું. આતંકવાદીઓને કડક સજા આપવામાં આવશે. મેં તે વચન પૂરું કર્યું છે. તેમના ઠેકાણાઓને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.
બિહારના શહીદને શ્રદ્ધાંજલિ: ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ આપણા ઇજઋની અભૂતપૂર્વ હિંમત અને અદમ્ય ભાવના જોઈ. ભારત માતાનું રક્ષણ આપણા ઇજઋ સૈનિકો માટે સર્વોપરી છે. ઇજઋ સબ ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ 7 મેના રોજ માતૃભૂમિ પ્રત્યેની ફરજ બજાવતા શહીદ થયા હતા. હું બિહારના શહીદ પુત્રને શ્રદ્ધાંજલિ આપું છું.
નક્સલવાદ ટૂંક સમયમાં સમાપ્ત થશે: 2014 પહેલા, 125 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત હતા, હવે ફક્ત 18 જિલ્લાઓ નક્સલ પ્રભાવિત છે.
હવે સરકાર રસ્તાઓ અને રોજગાર આપી રહી છે. તે દિવસ દૂર નથી જ્યારે માઓવાદી હિંસા સંપૂર્ણપણે નાબૂદ થશે. અગાઉ, સરકારી યોજનાઓ નાગરિકો સુધી પહોંચી ન હતી. નક્સલગ્રસ્ત ગામમાં ન તો હોસ્પિટલ હતી કે ન તો મોબાઇલ ટાવર. નીતિશજીએ આ પરિસ્થિતિઓમાં કામ કર્યું. અમે માઓવાદીઓ વિરુદ્ધ કામ કર્યું. અમે યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું પણ કામ કર્યું.ઙખ મોદીએ કહ્યું- બિહાર સાથે સૌથી વધુ છેતરપિંડી થઈ. જેના શાસનમાં મોટાભાગના લોકો રાજ્ય છોડીને ગયા. એ જ લોકો સામાજિક ન્યાય કરવાનો ઢોંગ કરી રહ્યા છે. દલિતો અને પછાત વર્ગના લોકો જેમની પાસે કાયમી ઘર નહોતું. ગરીબો લાચારીમાં રહેવા માટે મજબૂર હતા. બીજી તરફ, કોંગ્રેસ અને છઉંઉના લોકો સામાજિક ન્યાયની વાત કરે છે.
PMમોદીએ કહ્યું- અમારી સરકાર બિહારના ખેડૂતોની આવક વધારવા માટે સતત કામ કરી રહી છે. અમારી સરકારે મખાના બોર્ડની જાહેરાત કરી અને ૠઈં ટેગ આપ્યો. આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં માગ વધશે. 14 પાકોના ખજઙમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
48,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન
આ પહેલાં તેમણે 48,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ્સમાં ઔરંગાબાદના નબીનગરમાં સ્થિત 2400 મેગાવોટનો સુપર થર્મલ પાવર પ્લાન્ટ મહત્ત્વપૂર્ણ છે. એનો ખર્ચ 29,900 કરોડ રૂપિયા હશે. આ પહેલાં પીએમ મોદી સીએમ નીતિશ કુમાર અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સાથે ખુલ્લા વાહનમાં સ્ટેજ પર પહોંચ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમની સભામાં 6 લાખથી વધુ લોકો પહોંચશે. પંડાલમાં જ લગભગ 4 લાખ લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 12 લાખ ચોરસ ફૂટનો પંડાલ બનાવવામાં આવ્યો છે.