લોકસભાની ચૂંટણીને લઈને આજ સવારથી જ મતદાન મથકો ઉપર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. તાલાલાના જાંબુર ગામમાં રહેતા પદ્મશ્રી હીરાબાઈબેન લોબીએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી.
પદ્મશ્રી હીરાબાઈબેન લોબીએ આજે પોતાના જાંબુર વતન ખાતે મતદાન મથક પર જઈ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા અને લોકોને અપીલ કરી હતી કે, દરેક લોકો મતદાન કરે અને અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપે તેમ જણાવ્યું હતું.