ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ભારત સરકાર દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની પૂર્વસંઘ્યાએ સીદી આદિવાસી સમુદાયનાં ઉત્થાન અને વિકાસ માટે સિંહફાળો આપનાર ગીર-સોમનાથ જિલ્લાનાં જાંબુરના વતની હીરાબાઈ લોબીને સમાજસેવા બદલ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ હતી. આ તકે જાંબુર ગામે પ્રાયોજના અધિકારી ઈ.ચા ધ્રુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને પ્રાયોજના અધિકારી આદીમજુથ કચેરી સમગ્ર સ્ટાફ તાલાલા દ્વારા હીરાબાઈ લોબીની શુભેચ્છા મુલાકાત કરી હતી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતાં.
જાંબુરના પદ્મશ્રી હીરાબાઈ લોબીનું સન્માન કરાયું
