માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (ઈઊઘ) સત્ય નડેલાએ કહ્યું કે ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ મેળવવો તેમના માટે સન્માનની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ સમગ્ર ભારતના લોકો સાથે મળીને કામ કરવા માંગે છે, જેથી તેઓ વધુ હાંસલ કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સલ જનરલ ડો. ટીવી નાગેન્દ્ર પ્રસાદે ગયા અઠવાડિયે નડેલાને ઔપચારિક રીતે સન્માન આપ્યું હતું. 55 વર્ષીય નડેલા આવતા વર્ષે જાન્યુઆરીમાં ભારત આવવાની યોજના ધરાવે છે. પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવા પર, નડેલાએ કહ્યું, પદ્મ ભૂષણ પ્રાપ્ત કરવું એ સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ભારતના લોકોનો આભારી છું.
માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ નડેલાને પદ્મ ભૂષણ

Follow US
Find US on Social Medias