ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનો મુખ્ય હેતુ એ છે કે પરષોતમભાઈ રૂપાલાના ક્ષત્રિય સમાજની માતા-બહેનો ઉપર કરેલી ખોટી ટિપ્પણી બાદ જે રીતે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા લોકશાહીના ઢબે જે રીતે આંદોલન કરવામાં આવ્યું, માતાજીના આશીર્વાદથી સમગ્ર આંદોલનના સમય દરમિયાન સરકારી મિલકત કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી કે સરકારી અધિકારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ થયું નથી કે સમગ્ર આંદોલન દરમિયાન અન્ય બીજા કોઈ સમાજને આંદોલનથી હેરાનગતિ થઈ નથી.
- Advertisement -
આ માતાજીના આશીર્વાદ વગર શક્ય જ ન હોય શકે. સમગ્ર આંદોલનથી ક્ષત્રિય સમાજમાં એકતા પણ થઈ એની સાથે સર્વસમાજ પણ ક્ષત્રિય સમાજને જાહેરમાં સમર્થન પણ આપ્યું અને છેલ્લા ઘણા વષોથી જે સમાજને સરકાર દ્વારા કે બીજી કોઈ રીતે હેરાનગતિ અનુભવી રહ્યો છે તેમને પણ ક્ષત્રિય સમાજના આંદોલનથી ખૂબ જ હિંમત મળી છે એટલા માટે ખાસ માતાજીનો આભાર માનવ માટે ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ સર્વ સમાજ પણ યાત્રામાં જોડાય તે માટે અનુરોધ કરાયો છે. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે દેવેન્દ્રસિંહ જાડેજા, વીરભદ્રસિંહ જાડેજા, હરપાલસિંહ ચુડાસમા, રણુભા જાડેજા, માયાબા જાડેજા, ભાર્ગવીબા ગોહિલ પધાર્યા હતા.