અન્ય પાકોનો સમાવેશ કરવા માંગ: 14 જુલાઇથી ઑનલાઇન અરજી સ્વીકારાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદથી કપાસના વાવેતરને થયેલા નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરાયું છે. જેમાં રાજ્યના 6 જિલ્લાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. 33 ટકાથી વધુ પાક નુકસાની થઇ હશે તે જ ખેડૂતને સહાય મળશે. 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 11000ની સહાય ખેડૂતને મળશે.
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.આર. પરમારે જણાવ્યું કે તા.14થી 28 જુલાઇ દરમિયાન ફોર્મ વીસીઇ મારફત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી પ્રક્રિય હાથ ધરવામાં આવશે. ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી ખેડૂતની સાતબાર, બેન્ક એકાઉન્ટની વિગત, અને આધાર નંબર સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
જેમની અરજી આવે તે સરકાર સુધી પહોંચાડાશે. છે કે સુરેન્દ્રનગર જિલ્લામા ચોમાસુ સિઝનમાં સૌથી વધુ લેવાતો પાક કપાસ છે. 2024માં જિલ્લામાં 2,45,313 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતું. જેમાં અનેક ખેડૂતોને નુકસાન થયું હતું. સરકારે જાહેરકરેલ પાક નુકશાન સહાય પેકેજ મામલે ખેડૂત આગેવાન અશોકભાઇ પટેલ, પ્રશાંત પરીક સહિત જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી પહોંચી રજૂઆત કરી હતી કે કપાસને જ નુકશાન વળતર મળશે તો બાકીના પાકનું શું ? બીજી તરફ કચેરીમાં હાજર કોઈને કેટલા ખેડૂતને સહાય મળશે તે ખબર ન હોવાથી રોષે ભરાયેલા ખેડૂતોએ ન્યાય નહીં મળે તો સોમવારે ખેતીવાડી કચેરીએ ધરણાની ચીમકી આપી હતી.