બળાત્કાર અને કૂકર્મોની ફરિયાદમાં પણ મહિલા P.S.I. તોડ કરવાનું ચૂકતાં નથી
અમદાવાદનાં ડો. પાર્થ પટેલ, અલ્પા અને તેની બહેન ઉર્મિલાએ મહિલા ડોકટરની જિંદગી બરબાદ કરી નાંખી
શું કમિશનર ખુર્શીદ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બાબતે રસ લઈને કોઈ કાર્યવાહી કરશે?
પોલીસ વિભાગ તેમનાં કર્મચારીને બચાવવા કેટલી હદ સુધી જઈ શકે છે- તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. રાજકોટનાં એક મહિલા ડોકટર સીમા (નામ બદલ્યું છે)એ હાલ અમદાવાદ રહેતાં ડો. પાર્થ સતિષચંદ્ર પટેલ (એડ્રેસ: ધ મિડોઝ, આઈ-2, 104, અદાણી શાંતિગ્રામ, એસ.જી. હાઈવે અમદાવાદ) સામે બળાત્કારની નોંધાવેલી ફરિયાદમાં પોલીસે ઊલટું પીડિતા અને તેનાં પતિને હેરાન-પરેશાન કરી મૂક્યા છે. કારણ કે, આરોપી તરીકે ડો. પાર્થ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનનાં ઙજઈં અલ્પા લાઠિયાનું નામ પણ છે અને અલ્પાની બહેન ઉર્મિલા લાઠિયાનું નામ પણ છે.
બનાવની ટૂંકી વિગત એવી છે કે, ડો. સીમા અને પાર્થ વચ્ચે સોશિયલ મીડિયા મારફતે પરિચય થયો હતો, આમ તો બંને ભણતા પણ સાથે. પરંતુ વર્ષો પછી ફેસબૂક પર મળ્યા. તેમનો પરિચય આગળ વધાર્યો ડો. જ્વલંત વિજયભાઈ મૂલિયાએ. આ મૂલિયાનું નામ પણ આરોપી તરીકે છે.
ડો. પાર્થ પટેલ
- Advertisement -
ડો. પાર્થ પટેલએ ડો. સીમાને ઊંચા પગારની, ઓસ્ટ્રેલિયા લઈ જવાની, લંડન લઈ જવાની લાલચ આપી હતી. ડો. સીમાને તેણે આ માટે મીટિંગ કરવા સૂર્યકાન્ત હોટેલમાં બોલાવી ડો. સીમાને કેફી પીણું પીવડાવી અને પછી ફિટનેસ વધારવાનાં બહાને ઈન્જેકશન આપ્યું હતું- જેમાં પણ કેફી દ્રવ્ય હતું. આ પછી ડો. પાર્થએ ડો. સીમા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેનું રેકોર્ડિંગ અને ફોટોગ્રાફસ પણ પાર્થએ લઈ લીધાં હતાં. પછી એ ફોટોગ્રાફ્સ અને વિડીયો દેખાડીને ડો. પાર્થએ સીમાને બ્લેકમેઈલ કરી હતી અને અનેક વખત તેની સાથે જબરદસ્તીથી શરીર સંબંધો બાંધ્યા હતાં.
ડો. સીમા પરિણીત છે અને તેનું લગ્નજીવન તોડાવવા ડો. પાર્થએ ભરપૂર પ્રયત્નો કર્યાં છે. આ દુષ્કૃત્યમાં ઙજઈં અલ્પા લાઠિયાએ ડો. પાર્થને ભરપૂર સહકાર આપ્યો હતો. પાર્થ, અલ્પા લાઠિયા અને તેની બહેન ઉર્મિલાએ ડો. સીમા પર છૂટાછેડા માટે ભયંકર દબાણ આણ્યું હતું. અરજીમાં ડો. સીમાનાં જણાવ્યા મુજબ તારીખ 18 સપ્ટેમ્બર 2021ના સાંજે ડોકટર જવલંત અમારી ઘરે આવીને મને એમ કહેલ કે મારા દાદા બીમાર છે એટલે તમે આવો પછી મારા પતિએ મને જવલંત સાથે મોકલતા તે મને રાજકોટ પોલીસ હેડકવાર્ટરમાં પી.એસ.આઈ. અલ્પા લાઠિયાના ઘરે મૂકી ગયેલ અને જે અંગે મારા પતિને જાણ થતાં મારા પતિ મને ઘરે આવવા જણાવતા અલ્પા લાઠિયા પી.એસ.આઈ., ઉર્મિલા તથા પાર્થ અને જવલંતનાઓએ મને ઘેર જવા ન દીધી. અલ્પા લાઠિયાએ મને જણાવેલ કે ડો. પાર્થ ના હોય એ કહેલ છે કે તમારે રહેવાનું છે જે તમને અહીંથી લઈ જશે. પછી સવારમાં હું મારી નોકરીથી ડાયરેક્ટ ઘરે જતી રહી પછી ડોકટર જવલંત મારી ઘરે ચેક કરવા આવેલ અને પાર્થને જણાવેલ.
એ ડિવિઝનનાં કોન્સ્ટેબલ શૈલેષ ખિહડીયાની ઉઘાડી નફ્ફટાઈ: આરોપીઓને બદલે ફરિયાદીને દબાવે છે!
આ પછી અલ્પાએ મને એના ઘરે બોલાવેલ અને ત્યાં એ જ સમયે પાર્થ ત્યાં હાજર જ હતો. એ સમયે મારા પતિથી કેમ કરીને છૂટકારો મેળવવો અને પૈસાનો વહીવટ કર્યો હતો. ત્યારબાદ અમો તા. 30 સપ્ટેમ્બર 2021 નોકરીથી ઘેર જઈ પાર્થનું દબાણ હોવાથી મારા પતિ સાથે રકઝક કરી મહિલા પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરતાં ત્યાંના પીએસઆઈ અલ્પા હોય મને અલ્પા લાઠીયા એમના ઘરે લઈ ગયેલ અને મારા પતિ રાત્રે ત્યાં ઘરે આવી પીએસઆઈ અલ્પા લાઠીયા તથા ઉર્મિલાને પૂછતા હું તેમના ઘરે હોવા છતાં મારા પતિને ધમકાવીને કાઢી મૂકેલ. બીજા દિવસે મારા પતિને બોલાવી છૂટાછેડા આપી દેવા ખૂબ જ ધાક-ધમકી આપવા લાગેલ અને અમોને અલ્પા લાઠીયા તેઓના ઘેર લઈ ગયેલ પાર્થના કહેવાથી ડોકટર જ્વલંત મને તેઓની કારમાં લઈ જઈ ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ લઈ ગયેલ અને ત્યાંથી અમદાવાદ જવા માટે બસમાં બેસાડેલ પાર્થને આ બધી વાત કરેલ. હું અમદાવાદ પહોંચતા પાર્થ મને તેઓના ઘેર લઈ ગયેલ અને જ્યાં તા. 1 ઓકટોબર 2021થી 5 ઓક્ટોબર 2021 સુધી મારી સાથે સતત શરીર સંબંધ બાંધેલ. આ સમયે મારા સાસુ સસરાના ફોન આવતા પાર્થે મને ગળુ પકડીને બોલાવેલ કે તું તારા સાસુ-સસરાને ધમકી આપી નહીં તો હું તારું ગળું દબાવી દઈશ.
- Advertisement -
પછી મને મારા મમ્મી વિરૂદ્ધ અપશબ્દ તેમજ ગાળો આપીને માર મારેલ અને મને બધાના વિરોધમાં ફરિયાદ કરવા જણાવેલ. અને કહેલ કે મારી જોડે કેમ રહી શકતી નથી એમ કહી ખૂબ જ મંજૂર કરેલ અને મારા ફોનમાં રહેલ વિડીયો ફોટોઝ અને ચેટ ડિલીટ કરી દીધા હતાં. પછી મને તારીખ 5 ઓકટોબર 2021ના રોજ વહેલી સવારે મારી તબિયત ખરાબ હોવાથી શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા મને ઢોરમાર મારી કાઢી મૂકેલ આથી હું માનસિક તેમજ શારીરિક રીતે પીડાય રહેતા એમ બ્લેક મેઈલિંગ થતું હોય તેવું મને લાગતું હતું. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. ત્યારબાદ હું શારીરિક તથા માનસિક અસ્વસ્થ હોવાથી મારી ફ્રેન્ડ વંદનાના ઘરે ગયેલ ત્યાં પછી બીજા દિવસે ડોકટર વંદનાએ મારા પતિને જાણ કરી કે સાધના અહીં આવેલી છે તો તરત જ મારા પતિ અહીં આવેલ અને મને રાજકોટ લઈ ગયેલ પછી તારીખ 10 ઓકટોબર 2021ના રોજ અમે અરજી બંધ કરાવેલ ત્યારે ત્યાં પીએસઆઈ અલ્પા લાઠીયા હાજર હતા. એમણે મને કહ્યું કે શું કામ અરજી બંધ કરાવો છો? પાર્થે મને અરજી બંધ કરાવવાની ના પાડેલ છે પછી મેં એમ કહ્યું કે અમારે સમાધાન થઈ ગયું છે.
આથી આ વાત પીએસઆઈ અલ્પા લાઠીયાએ પાર્થને કહી દેતાં પાર્થે ફરીથી મને સતત માનસિક ત્રાસ આપતાં હું કંટાળીને તારીખ 13 ઓકટોબર 2021ના રોજ હું મારી અમરેલી મુકામે પિયરમાં જતી રહેલ તેમ છતાં પણ ડોકટર જ્વલંત અને પાર્થ મને સતત ફોન તથા મેસેજ કરીને મને મારા પતિની ખોટી ખોટી વાતો કરીને મને મારા પતિ તથા ઘરના બધા સભ્યો વિરોધ ખોટી ફરિયાદ કરવાનું કહેતા હતા અને પાર્થે મને ફરિયાદ લખીને મોકલેલ અને કહેલ આ બધા વિરોધ ફરિયાદ કર અને તારા પતિ પાસે હવે ના જતી હવે એને ખબર પડી ગઈ છે એટલે હવે એ તને નહીં સાચવે હવે હું જ તારો એકમાત્ર સહારો છું. આશ્ર્ચર્યની વાત એ છે કે, આ અરજી અમદાવાદથી રાજકોટ-એ ડિવિઝનમાં ટ્રાન્સફર થયાં પછી આજ સુધી એફ.આઈ.આર. નોંધાઈ નથી. કારણ કે આરોપીમાં મહિલા પી.એસ.આઈ. અલ્પા લાઠિયાનું પણ નામ છે. જેથી એ ડિવિઝનના કોન્સ્ટેબલ શૈલેષ ખિહડીયા ફરિયાદી પર પ્રચંડ દબાણ આણી રહ્યા છે. તેઓ કોઈ સંજોગોમાં એફ.આઈ.આર. નોંધવા તૈયાર નથી.
કોન્સ્ટેબલ શૈલેષ ખિહડીયાની દાદાગીરી: ‘FIR એક ધક્કે ન નોંધાય, FIRમાં માત્ર ડો. પાર્થનું જ નામ રહેશે!’
મહિલા P.S.I. અલ્પા લાઠિયાને બચાવવા એ ડિવિઝનનાં કોન્સ્ટેબલ શૈલેષ ખિહડીયા ફરિયાદી પર જબરદસ્ત દબાણ આણી રહ્યાં છે. ફરિયાદી મહિલા ડોકટર અને તેના પતિ જ્યારે પણ તેમને મળે ત્યારે તેમનું વર્તન અત્યંત ઉદ્ધતાઈભર્યું હોય છે. ફરિયાદીને શૈલેષએ કહ્યું હતું કે, ‘એફ.આઈ.આર.માં કોનાં-કોનાં નામ હશે તે તમને ખબર નહીં પડે, એફ.આઈ.આર.ની કોપી પણ નહીં મળે, ફરિયાદમાં માત્ર ડો. પાર્થ પટેલનું નામ જ રહેશે, એક ધક્કે ફરિયાદ ન નોંધાય- ધક્કાં તો ખાવા જ પડે!’ આવી તો અનેક વાહિયાત વાતો તેમણે ફરિયાદીને કરી હતી અને તેમને સતત ધમકાવ્યા હતા.
P.I. ફર્નાન્ડીઝ અને A.S.I. ભરતસિંહ ગોહિલનો માનવતાપૂર્ણ અભિગમ
ફરિયાદી મહિલા ડોકટર જ્યારે-જ્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગયા ત્યારે ઙ.ઈં. ફર્નાન્ડીઝે અત્યંત માનવતાપૂર્ણ અભિગમ દાખવ્યો હતો. તેમણે ફરિયાદી સાથે એકદમ શાલીનતાથી વાત કરી હતી. અ.જ.ઈં. ભરતસિંહ ગોહિલએ પણ બહુ જ શાલિનતા દાખવી હતી. પરંતુ ચા કરતાં કિટલી ગરમ જ હોય એ ન્યાયે શૈલેષ ખિહડીયાએ માઝા મૂકી હતી અને ફરિયાદી પર રીતસર કાળો કેર વર્તાવ્યો હતો.
ફરિયાદી હવે હાઈકોર્ટમાં પિટિશન કરશે
મહિલા P.S.I. અલ્પા લાઠિયાને બચાવવા પોલીસ દ્વારા થતાં હવાતિયાંથી અને શૈલેષ ખિહડીયાની દાદાગીરીથી કંટાળીને ફરિયાદી મહિલા ડોકટર અને તેના પતિ હવે હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવાની તૈયારીમાં છે. આ માટે તેમણે વકીલ સહિતની તમામ વિધિઓ પણ પૂર્ણ કરી લીધી છે. ટૂંક સમયમાં જ હાઈકોર્ટમાં તેમની પિટિશન ફાઈલ થશે ત્યારે અલ્પા લાઠિયા અને શૈલેષની કેવી વલે થશે તે જોવું રસપ્રદ રહેશે.