પી.આઈ. ગોંડલિયા વિરૂદ્ધ મજબૂત-ગંભીર અરજી હોવા છતાં પોલીસની તેમને વણલખી ક્લીનચીટ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ કોઈ જ વાંકગુના વગર ઢોરમાર માર્યા અંગે તથા તેમની વિરૂદ્ધ કડક ખાતાકીય અને કાનૂની પગલાં લેવા દર્પણ બારસિયાએ રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી કરી છે. આ મામલામાં હજુ સુધી દર્પણ બારસિયાને નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યો નથી. આ સિવાય પી.આઈ. ગોંડલિયા સામે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, દર્પણ બારસિયા અગાઉ સતિષ શિંગાળા, હાર્દિક મોલિયા, ચિરાગ મોલિયા વિરૂદ્ધ પણ પોલીસ કમિશનરમાં અરજી આપેલી હતી. સતિષ શિંગાળા ધંધામાં દેવાના થતા 35 લાખ દર્પણ બારસિયાને ન આપવા તેને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. જે વિશેની ફરિયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન મુંજકા ખાતે ફોરવર્ડ થઈ હતી. આ મામલામાં પણ દર્પણ બારસિયાને હજુ સુધી કોઈ જ નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યો નથી. અનુસંધાન પાના નં. 4 પર
- Advertisement -
દર્પણ બારસિયાએ મેહુલ ગોંડલિયા સામે કરેલી અરજીમાં પણ કશાં જ પગલાં લેવાયા નથી
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતિષ શીંગાળાના કહેવા પર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ દર્પણ બારસિયાને ઉઠાવી લઈ, ખોટી અરજીમાં ફિટ કરાવવાની ધમકી આપ્યા ઉપરાંત ઢોર માર માર્યો હતો. અને તેના મોબાઈલમાંથી સતિષ અને તેનાં મિત્રોનાં તમામ રેકોર્ડિંગ ડિલીટ કર્યા હતાં. આ સિવાય સતિષ શીંગાળાએ પણ દર્પણ બારસિયાને ગાડીમાં બેસાડી રિવોલ્વર બતાવીને ધાકધમકી આપી, છરીના ઘા મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.
પી.આઈ. ગોંડલિયાને કોણ છાવરી રહ્યું છે?
રાજકોટ પોલીસની છાપને ધબ્બો લગાવનાર પી.આઈ. મેહુલ ગોંડલિયાને કોણ છાવરી રહ્યું છે એ ચર્ચાનો વિષય છે. પી.આઈ. મેહુલ ગોંડલિયાએ દર્પણ બારસિયા નામની વ્યક્તિએ ગેરકાયદે ઉઠાવી ઢોર માર માર્યા અંગેની અરજી રાજકોટ પોલીસ કમિશનરમાં પણ થઈ છે. પી.આઈ. મેહુલ ગોંડલિયાએ સતિષ શીંગાળા પાસે હવાલો લઈ આચરેલું કૃત્ય પૂરા પોલીસ વિભાગ માટે શરમજનક છે ત્યારે આ આખાય પ્રકરણમાં પી.આઈ. ગોંડલિયા પર હજુ ઉની આંચ આવી નથી જે ચોંકાવનારી બાબત છે.
- Advertisement -
શા માટે દર્પણના સ્માર્ટ વોચ અને મોબાઈલનો ડેટા ગોંડલિયાએ ડિલીટ કરી દીધો?
દર્પણ બારસિયાની અરજી મુજબ રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતિષ શીંગાળાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને આપેલા હવાલા મુજબ દર્પણ બારસિયાને તારીખ 5 જુલાઈ 2022ની સાંજે લગભગ 7 વાગ્યે ઉઠાવી લીધો અને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. જ્યાં પી.આઈ. ગોંડલિયાએ તેને લગભગ પચ્ચીસેક તમાચા માર્યા હતા. ખોટી રીતે ડરાવ્યાં-ધમકાવ્યા અને ઢોરમાર મારીને મોબાઈલમાંથી તમામ રેકોર્ડિંગ-ડેટા ડિલીટ કર્યા હતાં. ત્યારબાદ સતિષ શિંગાળા ત્યાં આવ્યો હતો અને પછી ઙ.ઈં. ગોંડલિયાએ તેની હાજરીમાં દર્પણ બારસિયાને પટ્ટાથી અને પ્લાસ્ટિકનાં ધોકાથી બેફામ માર માર્યો હતો. આ પ્રકરણમાં સૌથી મોટો સવાલ એ છે કે, ઙ.ઈં. ગોંડલિયાએ દર્પણના સ્માર્ટ વોચ અને મોબાઈલને ફોર્મેટ શા માટે કર્યા? આખરે દર્પણના મોબાઈલ અને વોચમાં એવું તો શું સંઘરેલું હતું કે ઙ.ઈં. ગોંડલિયાએ દર્પણના સ્માર્ટ વોચ અને મોબાઈલનો તમામ ડેટા ડિલીટ કરી દીધો?
P.I. ગોંડલિયાનો પાંગળો બચાવ: ‘મેં પોઝિટિવ અભિપ્રાય ન આપ્યો એટલે આવું લખાયું!’
દર્પણ બારસિયાને ગેરકાયદે ઉઠાવી લાવી, તેની બેફામ ધોલધપાટ કરવાનાં કિસ્સામાં પગ નીચે રેલો આવે તેવું લાગતાં પી.આઈ. મેહુલ ગોંડલિયાએ પોતાના બચાવમાં સાવ પાંગળી દલીલો શરૂ કરી છે અને બધાને એ કહી રહ્યા છે કે, તેમણે એક કિસ્સામાં પોઝિટિવ અભિપ્રાય ન આપ્યો એટલે આવું બધું લખાયું. વાસ્તવિકતા એ છે કે, બેઉ મામલા તદ્દન ભિન્ન છે. બીજું, અભિપ્રાય એ કોઈ પ્રેસ્ટિજ ઈશ્યૂ નહોતો. જો હોય તો એમની પાસેથી કેવી રીતે એ મેળવવો એ અમને ખ્યાલ છે. અભિપ્રાય વગેરેની વાત ગૌણ છે. દર્પણને તેમણે હવાલો લઈને ઢોરમાર માર્યો હતો કે કેમ એ દિશામાં તપાસ જરૂરી છે.
ન્યાયપ્રિય – સખ્ત CP રાજુ ભાર્ગવ પાસેથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા
રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સતિષ શીંગાળા, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન પી.આઈ. મેહુલ ગોંડલિયાની પૈસાથી લઈ પદ અને કાયદાના દુરુપયોગ મામલે દર્પણ બારસિયાએ પોલીસ કમિશનર કચેરીમાં કરવામાં આવેલી અરજીઓ અંગે ન્યાયપ્રિય – સખ્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પાસેથી સૌ કોઈ નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખી રહ્યા છે. જો રાજુ ભાર્ગવ આ પ્રકરણમાં પોલીસ તપાસ કરાવશે અને નિર્દોષને ન્યાય તથા દોષીને સજા અપાવશે તો તેમની યશકલગીમાં વધુ એક મોરપીછ ઉમેરાશે.