જો તમે પણ ક્યાંક ફરવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હોય તો આ સમાચાર તમારા માટે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
હવાઈ યાત્રીઓ એટલે કે પ્લેનમાં સફર કરનારાઓ માટે જરૂરી સમાચાર સામે આવ્યા છે. જો તમે ફ્લાઇટ બુક કરાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન, એર ઈન્ડિયા એસપ્રેસે તેની ફ્લાઇટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર 70થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
- Advertisement -
Air India Express engaging with cabin crew to understand reasons behind reporting sick; team actively addressing the issue: Spokesperson
Flight delays, cancellations due to section of cabin crew reporting sick at last minute, says Air India Express spokesperson#AirIndiaExpress pic.twitter.com/w3gqc7sIZK
— Press Trust of India (@PTI_News) May 8, 2024
- Advertisement -
ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ
એટલે કે જો તમે પણ ક્યાંક ફરવા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી હોય તો આ સમાચાર તમારા માટે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની 70 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ટાટા ગ્રૂપની એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને દેશવાસીઓને આ જાણકારી આપી છે. ફ્લાઈટ કેન્સલ થવાનું કારણ અચાનક રજા પર ગયેલા ક્રૂ મેમ્બર્સ હોવાનું કહેવાય છે. મંગળવારની રાતથી બુધવારની સવારની વચ્ચે આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે.
બંને એરલાઈન્સના પાઈલટ અને કેબિન ક્રૂની નોકરી જોખમમાં
એમ કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસનું મર્જર થવા જઈ રહ્યું છે, તેથી બંને એરલાઈન્સના પાઈલટ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની નોકરી જોખમમાં છે. એટલા માટે દરેક લોકો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે રાતથી આ વિરોધ વધુ મોટો થઈ ગયો છે, જેના કારણે 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. તેમાં મિડલ ઈસ્ટ અને ગલ્ફ દેશોની મહત્તમ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
Air India Express cancels 70 flights as crew members go on mass 'sick leave'
Read @ANI Story | https://t.co/7G4I34UKPQ#AirIndiaExpress #Crew #FlightCancel #SickLeave pic.twitter.com/LbsD5fvs1L
— ANI Digital (@ani_digital) May 8, 2024
એર ઈન્ડિયા એક્સપ્રેસે માંગી માફી
એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે કેબિન ક્રૂના કેટલાક સભ્યો ગઈકાલે રાતથી અચાનક બીમાર પડ્યા હતા. જેના કારણે કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી હતી અને કેટલીક રદ કરવી પડી હતી. અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આવું કેમ થયું? પરંતુ સાથે સાથે, અમારો પ્રયાસ છે કે આનાથી મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય. એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને અચાનક થયેલી અસુવિધા બદલ માફી માંગી છે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ ઘણા યાત્રીઓએ સોશિયલ મીડિયા પર અચાનક ફ્લાઈટ્સ કેન્સલ થવાની ફરિયાદ કરી હતી. ફ્લાઇટ રદ કરવા અંગે X પર પેસેન્જરની પોસ્ટના જવાબમાં, એર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.