દિવાળીના તહેવારો પછી નામો જાહેર થાય તેવી શકયતા
વર્તમાન મોટાભાગના ધારાસભ્યો રિપિટ થવા સંભવ: બાકીની બેઠક પર યુવાનો-જ્ઞાતિના સમિકરણ મુજબ નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સ્ક્રીનીંગ કમિટી દ્રારા શ કરવામાં આવી છે દિવાળી બાદ પ્રથમ યાદી કોંગ્રેસ દ્રારા જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. આજે સ્ક્રીનિંગ કમિટીના નો છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમા 65થી વધુ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ તેમના ઉમેદવારોને મેદાને ઉતારવાની તૈયરી હાથ ધરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોના નામને લઈને દિલ્હીમાં મંથન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં પહોંચ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં 65 વધુ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે. જેની પ્રથમ યાદી દિવાળીના તહેવાર બાદ જાહેર કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ હવે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે હવે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે કવાયત હાથ ધરી છે. દિલ્હી ખાતે સ્ક્રીનીંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવી રહયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. ત્યારે બાકીની બેઠકો પર યુવાનોને વધુ તક આપવામાં આવશે. દિવાળી બાદ કોંગ્રેસ દ્રારા ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે.