ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ – પાટણ વિસ્તારમાં લગભગ 166 જેટલા આંગણવાડી કેન્દ્રો આવેલા છે.તેમાંથી 10 થી 15 કેન્દ્રો માલિકીના છે જ્યારે બાકીના 150 જેટલા કેન્દ્રોના સરકાર ભાડા ચૂકવે છે.આ ભાડું તેમની સુવિધાઓને આધારે નક્કી કરવામાં આવ્યું હોઈ છે.જ્યાં સારી સગવડતાઓ હોઈ તેમને 4 હજાર જેટલું અને જ્યાં સામાન્ય સગવડતાઓ હોઈ તેમને 2 હજાર જેટલું ભાડું ચૂકવાય છે. આમ, જો સરેરાશ આ ભાડું ગણવામાં આવે તો દર મહિને 3000 જેટલું થાય અને 150 કેન્દ્રોનું 4 લાખ 50 હજાર મહિનાનું ભાડું થાય છે. જે છેલ્લા 18 માસથી ચુકવાયું નથી એટલે સરેરાશ 18 માસની ચૂકવવાની બાકી રકમ 81 લાખ જેટલી થાય છે. આ અંગે CDPO ઝાલાનો સંપર્ક કરતા તેમણે પણ આ બાબતે ખરાઈ કરી હતી અને ઉપરથી જ ગ્રાન્ટ ન આવતી હોવાનું જણાવ્યું હતુ.
વેરાવળમાં 150થી વધુ આંગણવાડી કેન્દ્રોનાં 18 માસથી ભાડાં ચૂકવાયા નથી!
