મેદાન પર સ્પિન બોલરોનો રેકોર્ડ સારો હોવાથી જાડેજા ઉપરાંત કુલદીપને તક મળવાની શકયતા : બુમરાહ પર સસ્પેન્સ : આકાશદીપ – અર્શદીપ ફીટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
- Advertisement -
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીનો નિર્ણાયક મેચ ગુરુવારથી ઓવલ ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. શ્રેણીમાં 1-2 થી પાછળ રહેલી ટીમ ઇન્ડિયા અહીં બધું જ દાવ પર લગાવશે. શ્રેણી ગુમાવવાનું ટાળવા માટે, તેને કોઈપણ કિંમતે આ ટેસ્ટ જીતવી પડશે. ભારત માટે સૌથી મોટી ચિંતા એ રહેશે કે આ ટેસ્ટમાં 20 વિકેટ કેવી રીતે લેવી. સારી વાત એ છે કે ભારતે ઓવલ મેદાન પર છેલ્લી ટેસ્ટ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ અહીં છેલ્લી પાંચ ટેસ્ટમાંથી ત્રણ હારી ગયું છે.
બુમરાહ પર સસ્પેન્સ યથાવત: ટીમનો સૌથી ઘાતક હથિયાર જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ રમશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે, ચોથી ટેસ્ટમાં તેની ફિટનેસમાં થોડી સમસ્યા હતી અને એવું લાગતું હતું કે તે આગામી ટેસ્ટમાં રમી શકશે નહીં.
ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે મંગળવારે કહ્યું કે, તેના પર હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. બુમરાહએ શ્રેણીમાં અત્યાર સુધી 119.4 ઓવર ફેંકી છે, જેમાં માન્ચેસ્ટરમાં 33 ઓવર ફેંકી છે. ચોથી ટેસ્ટમાં ફક્ત એક જ ઇનિંગમાં બોલિંગ કરવાને કારણે તેને ચોક્કસ થોડો વધારાનો આરામ મળ્યો છે. તે હાલમાં પસંદગીની રેસમાંથી સંપૂર્ણપણે બહાર નથી.
બુમરાહની ગેરહાજરીથી સ્પિનર કુલદીપ યાદવને રમવાની જરૂરિયાત વધુ વધશે, જે શ્રેણીમાં અત્યાર સુધી બેન્ચને ગરમ કરી રહ્યા છે. કુલદીપને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવા બદલ ભારતીય ટીમ મેનેજમેન્ટને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.
- Advertisement -
બુમરાહ પછી, કુલદીપને સૌથી અસરકારક વિકેટ લેનાર બોલર માનવામાં આવે છે. માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન, ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટીમ કુલદીપને ટીમ કોમ્બિનેશનમાં ફિટ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંપરાગત રીતે, ઓવલ પિચ મેચ આગળ વધતાં સ્પિનરોને મદદ કરે છે અને ત્યાં વધારાનો ઉછાળો કુલદીપ જેવા કાંડા સ્પિનરો માટે ફાયદાકારક હોઈ શકે છે.
બેટિંગ કોચ સિતાશુ કોટકે કહ્યું, ‘અમે એજબેસ્ટનમાં જીત્યા કારણ કે અમે રન બનાવ્યા હતા. બેટિંગ અને બોલિંગ વચ્ચે સંતુલન રાખવું મહત્વપૂર્ણ છે. જો કેપ્ટન અને કોચને લાગે છે કે બોલરને વધારવું ફાયદાકારક રહેશે, તો તેઓ તેમ કરશે.’
મેચ પહેલાં ગંભીરની ઉગ્ર બોલાચાલી: ઓવલ મેદાન પર ભારતીય હેડ કોચ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ગુસ્સામાં વાત કરતો દેખાયો
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો મંગળવારે ઓવલ ક્રિકેટ સ્ટેડિયમના મુખ્ય પીચ ક્યુરેટર લી ફોર્ટિસ સાથે ઝઘડો થયો હતો. ન્યૂઝ એજન્સી ઙઝઈં અને અગઈંએ આ દલીલનો વીડિયો જાહેર કર્યો હતો. એટલું જ નહીં, તેણે દાવો કર્યો હતો કે ભારતીય કોચ પીચથી ખુશ નથી. ગંભીર પીચનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. બંને વચ્ચે કોઈ મુદ્દા પર ઉગ્ર દલીલ જોવા મળી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચમી મેચ 31 જુલાઈથી અહીં રમાશે. ભારત પાસે તેને જીતીને સિરીઝ 2-2 થી બરાબર કરવાની તક છે. હાલમાં ઇંગ્લેન્ડ ટીમ 2-1થી બરાબર છે.ગંભીર પીચ સંબંધે ગુસ્સે દેખાતો હતો અને મેદાન પર પહોંચ્યા પછી તેણે સીધી ક્યુરેટર સાથે વાત કરી. પીચની સ્થિતિ અને વર્તનને લઈને બંને વચ્ચે મતભેદ જોવા મળ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગંભીરને એમ કહેતા સાંભળવામાં આવ્યો હતો કે “તમે અહીં ફક્ત ગ્રાઉન્ડ્સમેન છો.” ખેલાડીઓ તેમના રન-અપ એરિયાને ચિહ્નિત કરી રહ્યા હતા ત્યારે નેટ્સમાં દલીલ થઈ હતી. બાદમાં બેટિંગ કોચ સિતાંશુ કોટક આવ્યા અને ક્યુરેટરને પોતાની સાથે લઈ ગયા અને તેમની સાથે વાત કરી, જ્યારે ગંભીર હજુ પણ દૂરથી ક્યુરેટર સાથે દલીલ કરી રહ્યો હતો.