બીજા દિવસે પણ દેખાવો, જિનપિંગની હકાલપટ્ટીની માગ
ખાસ-ખબર સંવાદદાતા
ચીનમાં પ્રમુખ શી જિનપિંગની ઝીરો કોવિડ નીતિ વિરુદ્ધ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. સતત બીજી રાતે બેજિંગ, શાંઘાઈ અને વુહાન સહિત અનેક મોટાં શહેરોમાં દેખાવો કરાયા હતા. દેખાવોને કચડી નાખવા સરકારે પણ દમન શરૂ કરી દીધું. દેખાવકારોની ધરપકડ તેજ કરી દેવાઈ. ઉત્પીડન, મારપીટથી લઈને ફાયરિંગ પણ કરાયું. સોશિયલ મીડિયા પર નિરીક્ષણ વધારી દેવાયું છે.
- Advertisement -
નિષ્ણાતો કહે છે કે તાજેતરના દેખાવો 1989માં બેજિંગના થિયાનમેન ચોક વિદ્યાર્થી આંદોલન બાદ સૌથી મોટાં આંદોલનમાં રૂપાંતરિત થતું જઈ રહ્યું છે. હવે જે દેખાવો કરી રહ્યા છે તેમાં મોટા ભાગે 20-30 વર્ષના યુવાઓ છે. રાજધાની બેજિંગના કાશ્ગર વિસ્તારમાં પણ 400 યુવા એકઠા થયા હતા. ત્યાંથી લઈને શાંઘાઈ જેવાં મોટાં શહેરોમાં પણ લોકો માર્ગો પર ઊતર્યા હતા.
બ્રિટનથી લઈને અમેરિકા સુધીના પ્રવાસીઓનું સમર્થન
રસ્તા પર સૂત્રોચ્ચાર- અમને ટેસ્ટ નહીં, ભોજન જોઇએ…
બેજિંગના માર્ગો પર લોકો કહેતા સંભળાઈ રહ્યા છે કે અમને ન્યુક્લિક એસિડ ટેસ્ટ નહીં, ભોજન જોઇએ! ચીનના લોકો આગળ વધો. લોન્ગ લિવ ધ પીપલ. તિયાન નામની એક મહિલાએ કહ્યું કે હું અહીં ભવિષ્ય માટે છું…ભવિષ્ય માટે લડવું પડશે. ડર નથી કેમ કે અમે ખોટા નથી.
- Advertisement -
પાક વેચાઈ રહ્યો નથી, ખેડૂતો ખેતરોમાં નષ્ટ કરવા મજબૂર
લોકડાઉનને લીધે ખેડૂતો પાક નષ્ટ કરવા મજબૂર છે. આ સ્થિતિ ખાસ કરીને હેનાન, ગાંસૂ, શેંડોંગ અને હેબેઈ પ્રાંતમાં સર્જાઈ હતી. આ વિસ્તારોમાં કોરોના પ્રતિબંધોને કારણે ખેડૂતો લીલા શાકભાજીનો પાક બજારમાં વેચી શકતા નથી. મજબૂરીમાં પાકને ખેતરોમાં નષ્ટ કરવા પડી રહ્યા છે.