બેંકમાં ઓડીટની કામગીરીને લઇ 8 દિવસથી ગ્રાહકો પરેશાન
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
વંથલીનાં થાણાપીપળી ગામની એસબીઆઇ સામે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અહીંની બેંકમાં આસપાસનાં 5 થી વધુ ગામનાં 15000 લોકોને વ્યવહાર કરે છે.બેંક આસપાસનાં ગામડાને ઉપયોગી બની રહી છે. પરંતુ છેલ્લા આઠ દિવસથી બેંકમાં ઓડીટની કામગીરી ચાલી રહી છે. જેના કારણે બેંકની રૂટીન કામગીરી ધીમ ચાલી રહી છે. જેના લઇને સ્થાનિક લોકોએ બેંક સામે વિરોધ નોંધાવી રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું હતું કે,લોકોને પાક ધિરાણ માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. જ્યારે વિધવાઓને પેન્શન અને વિદ્યાર્થીઓને પણ બેંકમાંથી પૈસા ઉપાડવા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.તેમજ રોષભેર કહ્યું હતું કે, જો બે દિવસમાં આ કામગીરી ફરી શરૂ નહી કરવામાં આવે તો બેંકને તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે.


