સૌરાષ્ટ્રને અમદાવાદ તો અમદાવાદના વિદ્યાર્થીઓને આણંદ અને બરોડા સેન્ટર અપાયું
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ તેવો પ્રશ્ર્ન પૂછાયો: વિદ્યાર્થીઓ 1880 ટીક કરીને આવ્યા!
- Advertisement -
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પત્રકારત્વ અને જાહેર વહીવટના ટોપિક આપ્યા હતા તેમાંથી માંડ 2થી 3 માર્કનું પૂછાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની સિનિયર સબ એડિટરની 8 અને માહિતી મદદનીશની 41 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેની પ્રિલિમ્સ પરીક્ષા 15 ડિસેમ્બરે યોજાઈ હતી. આ પ્રિલિમ્સ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે આઉટ ઓફ સિલેબસ હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે રીતે સિલેબસ જાહેર કર્યો હતો. તેમાંથી જવલ્લે જ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જ્યારે પત્રકારત્વ અને જાહેર વહીવટના પ્રશ્ર્નો એકદમ ટ્રિક કરીને પૂછતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. પેપરના પ્રશ્ર્નોની વાત કરવામાં આવે તે તેમાં ગણિત અને સાયન્સ ટેકનોલોજીમાં સાવ પ્રાયમરી લેવલના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે તેમાં ટેકનોલોજી, સ્પેસ, ડિફેન્સ, ઉર્જા નીતિને લગતા પ્રશ્નોને બાકાત રખાયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જે પ્રમાણે કોર્સના ટોપિક આપ્યા હતા તે પ્રમાણે ન પૂછતા વિદ્યાર્થીઓમાં કચવાટ ઉભો થયો છે. જ્યારે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને તેમના હોમટાઉનથી અલગ સિટીમાં સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર અને રાજકોટના વિદ્યાર્થીઓને અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર મળ્યું હતું. જ્યારે અમદાવાદના વિદ્યાર્થીઓને આણંદ અને બરોડા સેન્ટર ફાળવવામાં આવ્યું હતું.
- Advertisement -
ગણિત-સાયન્સના પ્રશ્ર્નો સાવ બેઝિક કક્ષાના પૂછાયા
માહિતી વિભાગની પરીક્ષામાં ગણિત અને રિઝનીંગના 15 અને સાયન્સ ટેકનોલોજીનું 15 માર્કસનું પૂછવામાં આવ્યું હતું. જેમાં સાવ બેઝિક પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે સિલેબસમાં સ્પેસ, ઉર્જા નીતિ, ડિફેન્સને લગતા કરારો, મિસાઈલને લગતા પ્રશ્ર્નો ન પૂછાતા જેણે સિલેબસ પ્રમાણે જેણે તૈયારી કરી હતી તે લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. બંધારણમાં સાવ બેઝિક પ્રશ્ર્નો પૂછાયા હતા. તેમાં ભાગ, અનુચ્છેદનો પ્રશ્ર્નો ન પૂછાયા. જ્યારે કરન્ટ અફેર્સમાં વિદેશના પ્રશ્ર્નો ઘણા હતા. કેન્દ્ર- રાજ્ય સરકારની યોજના તેમની નીતિ અંગેનો એકપણ પ્રશ્ર્ન ન પૂછાયો.
જાહેર વહીવટ અને પત્રકારત્વમાં વિવેકબુદ્ધિના આધારે જવાબ આપી શકાય
જે લોકો છેલ્લા 3 મહીનાથી રાત -દિવસ મહેનત કરી રહ્યા હતા તેના માટે આ પેપર કલ્પના બહારનું હતું. જાહેર વહીવટ અને પત્રકારત્વમાં વિવેકબુદ્ધિના આધારે જવાબ આપી શકાય તેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતા અને તે સૌથી વધુ મૂંઝવણ ઊભા કરી દે તેવા હતા. કારણ કે, 4 ઓપ્શન સાવ સરખા જ લાગે તેવા હતા.
પૂછવામાં આવેલા પ્રશ્ર્નો
1 મુંબઈ અને મદ્રાસમાં સૌ પ્રથમ શરૂ કરવામાં આવેલા અખબારો?
2 ભારતમાં ભૌતિકશાસ્ત્રમાં પ્રથમ નોબેલ પુરસ્કાર કોને મળ્યો?
3 ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો?…
4 મહાગુજરાત આંદોલન બાદ ગુજરાતની સ્થાપના ક્યારે?
કાલે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થશે: પ્રશ્ર્નપત્ર-આન્સર કી વિદ્યાર્થી જોઈ શકશે
મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ઈઇછઝ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ઉમેદવારો માટે નિર્ધારિત વેબસાઈ ઉપર મુકવામાં આવશે જ્યાં ઉમેદવારો પોતાનું પ્રશ્નપત્ર, પોતે આપેલા જવાબો તથા તેની સામેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. કોઈને ઓનલાઇન વાંધા/સૂચનો રજૂ કરવા માટેની સમયમર્યાદા તા. 17/12/2025ના બપોરે 2 કલાકથી શરૂ થઈને તા. 23/12/2025ના રાત્રે 11.55 કલાક સુધી રહેશે. પરીક્ષામાં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રસિદ્ધ કરાયેલ પ્રોવિઝનલ આન્સર કી સામે જો કોઈ ઉમેદવારને વાંધો અથવા સૂચન હોય તો તે ઉમેદવારે જરૂરી આધાર-પુરાવા સાથે માત્ર ઓનલાઇન જ રજૂઆત કરવાની રહેશે. નિર્ધારિત તારીખ અને સમય પછી કરવામાં આવેલી રજૂઆતો માન્ય ગણાશે નહીં.



