ગાંધીભૂમિ પોરબંદરમાં જ દારૂબંધી ફેલ!
પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ અસામાજિક તત્વો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર, જ્યાં ગુજરાતમાં દારૂબંધીની શ્રેણી અપનાવવામાં આવી છે, ત્યાં અસામાજિક તત્ત્વોની ભરમાર જોવા મળી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યભરમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપ્યા બાદ પોરબંદર પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ પોરબંદર જિલ્લામાં કુલ 195 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં ચોંકાવનારી બાબત એ છે કે 95 જેટલા લોકો દારૂના ધંધાર્થીઓ તરીકે ઓળખાય છે.
કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાં અસામાજિક તત્ત્વો?
પોરબંદર જિલ્લામાં પોલીસ સ્ટેશન પ્રમાણે અસામાજિક તત્ત્વોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. જેમાં, કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં સૌથી વધુ 101 અસામાજિક તત્ત્વો નોંધાયા છે, જ્યારે પોરબંદરના અન્ય વિસ્તારોમાં આ સંખ્યા નાની છે.
- Advertisement -
કમલાબાગ પોલીસ સ્ટેશન
કુલ અસામાજિક તત્ત્વો: 101
પ્રોહીબીશન : 71
શરીર સંબંધી ગુના (મારામારી, હિંસા): 21
મિલ્કત સંબંધી ગુના: 1
જુગારધારા હેઠળ: 6
કીર્તિમંદિર પોલીસ સ્ટેશન
કુલ અસામાજિક તત્ત્વો: 22
પ્રોહીબીશન: 11
શરીર સંબંધી ગુના: 4
મિલ્કતસંબંધિત ગુના: 1
અન્ય વિવિધ ગુનાઓ: 5
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન
કુલ અસામાજિક તત્ત્વો: 19
પ્રોહીબીશન: 5
શરીર સંબંધી ગુના: 5
મિશ્ર ગુનાઓ: 9
હાર્બર મરિન પોલીસ સ્ટેશન
કુલ અસામાજિક તત્ત્વો: 7
પ્રોહીબીશન: 3
શરીર સંબંધી ગુના: 4
પોરબંદર: દારૂબંધી હોવા છતાં દારૂનો ધંધો કેમ?
ગુજરાત રાજ્યમાં દારૂબંધીની નીતિ લાંબા સમયથી અમલમાં છે. પરંતુ પોરબંદર જિલ્લાની વાસ્તવિકતા ચોંકાવનારી છે, કારણ કે 195 અસામાજિક તત્ત્વોમાંથી 95 વ્યક્તિઓ દારૂના વેપારી છે. સવાલ એ ઊભો થાય છે કે દરેક બુટલેગરને પકડી પાડ્યા છતાં દારૂનો ધંધો કેમ ચાલુ રહે છે? પોલીસ રેકોર્ડ મુજબ, પોરબંદર શહેર અને ગામડાઓમાં દારૂના ધંધા માટે મોટા ગજાના માફિયાઓ સંડોવાયેલા છે.
પોલીસ રિપોર્ટ મુજબ, પોરબંદરમાં દેશી દારૂનો મોટાભાગનો જથ્થો બરડા ડુંગરમાંથી ગુપ્ત રીતે લાવવામાં આવે છે. અહીંના કેટલાક બૂટલેગરો મોટા પ્રમાણમાં દારૂ સપ્લાય કરે છે અને સ્થાનિક દારૂવિક્રેતાઓ સુધી પહોંચાડે છે. ત્યારે સવાલ એ છે કે બરડા ડુંગરથી છેક પોરબંદર સુધી દારૂ પહોંચે છે. ત્યારે દારૂ સપ્લાય કરનાર જાદુગર ન હોવાથી પોલીસે ઇરછે તો તેને સપ્લાય કરતો અટકાવી દારૂના દૂષણની માયાજાળ અટકાવી શકે તેમ છે તેવું લોકોએ જણાવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોની નોંધણી
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અસામાજિક તત્વોની નોંધણી કરવામાં આવી છે. રાણાવાવ, કુતિયાણા, મીયાણી, બગવદર, માધવપુર અને નવીબંદર ગામોમાં પણ દારૂ અને જુગારથી સંબંધિત ગુનાઓ સામે આવ્યા છે.
રાણાવાવ: 3 પ્રોહીબીશન, 2 શરીર સંબંધી ગુના
કુતિયાણા: 1 પ્રોહીબીશન, 6 સંબંધી, 1 મિલ્કતસંબંધી
મીયાણી: 3 પ્રોહીબીશન
બગવદર: 8 શરીર સંબંધી, 2 મિલ્કતસંબંધી
માધવપુર: 1 શરીર સંબંધી, 1 મિલ્કતસંબંધી
નવીબંદર: 2 શરીર સંબંધી