ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની સંડોવણીની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મામલો મૂળભૂત રીતે દ્વિપક્ષીય મુદ્દો છે. જેને બંને દેશોએ જાતે ઉકેલવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ચીન સાથે ભારતના સંબંધો સારા અને સામાન્ય નથી. તેનું કારણ એ છે કે ચીને 2020માં સરહદ પર સેના તૈનાત કરીને કરારોનું ઉલ્લંઘન કર્યું હતું. જયશંકર ચઞઅઉ વિદેશ મંત્રીઓની બેઠક માટે જાપાનની રાજધાની ટોક્યોમાં છે. વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે ખરેખર શું મુદ્દો છે તે ઉકેલવા માટે અમે અન્ય દેશો તરફ નથી જોઈ રહ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેની વચ્ચે વિવાદ હોયવાટાઘાટો ફક્ત એ બે દેશો વચ્ચે જ થવો જોઈએ.
- Advertisement -
કોઈ ત્રીજા પક્ષે આવી બાબતમાં દખલગીરી ન કરવી જોઈએ. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ચીન સાથેના અમારા સંબંધો બહુ સારા નથી ચાલી રહ્યા. તેનું કારણ એ છે કે 2020માં કોવિડ દરમિયાન ચીને સરહદી વિસ્તારોમાં મોટી સેના તૈનાત કરીને કરારોનું ઉલ્લંઘન કર્યું હતું. આનાથી તણાવ સર્જાયો હતો, જેના કારણે અથડામણ થઈ હતી અને બંને બાજુના લોકો માર્યા ગયા. જયશંકરે કહ્યું કે, આના પરિણામો (ચીન તરફ સૈનિકોની તૈનાતી) હજુ પણ ચાલુ છે. કારણ કે આ મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાયો નથી. ચીન સાથેના સંબંધો અત્યારે સારા નથી, સામાન્ય નથી. પાડોશી તરીકે અમે વધુ સારા સંબંધોની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ આવું ત્યારે જ થઈ શકે જો કઘઈનું સન્માન કરવામાં આવે અને ભૂતકાળમાં થયેલા કરારોનું સન્માન કરવામાં આવે.
વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર
2020થી સેનાઓ આમને-સામને
- Advertisement -
ભારત-ચીન સંબંધોની વર્તમાન સ્થિતિ પર જયશંકરે કહ્યું કે, આ ક્ષણે સારું નથી અને ભાર મૂક્યો કે આ સંબંધ વૈશ્ર્વિક બાબતો પર મહત્વપૂર્ણ અસર કરે છે. તેમણે કહ્યું કે, આ એટલા માટે છે કારણ કે બંને દેશો મહત્વપૂર્ણ શક્તિઓ છે. તેમણે સ્વીકાર્યું કે બંને દેશો વચ્ચે એક સમસ્યા છે. જેને વાતચીત દ્વારા ઉકેલવાની જરૂર છે. વિદેશ મંત્રીએ જઈઘ સમિટ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાતમાં સરહદ વિવાદના મુદ્દા પર પણ વાત કરી હતી. આ બેઠક કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં થઈ હતી. મે 2020 થી ભારત અને ચીનની સેનાઓ સામસામે છે અને સરહદ વિવાદ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. જો કે, બંને પક્ષો ઘણા સ્ટેન્ડઓફ બિંદુઓથી પીછેહઠ કરી છે. જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડી ગયા હતા. દાયકાઓમાં આ પ્રથમ વખત હતો જ્યારે સરહદ પર આ પ્રકારનો સંઘર્ષ થયો હતો.