અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કર્યા, આપણાં રામલલા હવે ટેન્ટમાં નહીં રહે.
આજે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે આપણા રામલલા હવે ટેન્ટમાં નહીં રહે. રામ મંદિરના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સદીઓની રાહ જોયા બાદ આજે આપણા રામ આવ્યા છે. આ ક્ષણ સૌથી પવિત્ર છે.
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi says, "The sunrise of 22nd January has brought a wonderful glow. January 22, 2024, is not a date written on the calendar. It is the origin of a new time cycle…"#RamMandirPranPrathistha pic.twitter.com/pWCuitja3o
— ANI (@ANI) January 22, 2024
- Advertisement -
આ વાતાવરણ, આ ઉર્જા, આ ક્ષણ આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે. 22 જાન્યુઆરી 2024 નો આ સૂર્ય અદ્ભુત આભા લઈને આવ્યો છે. આજની તારીખ એ કેલેન્ડર પર લખેલી તારીખ નથી, તે નવા સમયચક્રની ઉત્પત્તિ છે.
#WATCH | Ayodhya: Prime Minister Narendra Modi says, "Today, I also apologise to Lord Shri Ram. There must be something lacking in our effort, sacrifice and penance that we could not do this work for so many centuries. Today the work has been completed. I believe that Lord Shri… pic.twitter.com/v6F8cLcO23
— ANI (@ANI) January 22, 2024
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યાં રામનું કામ થાય છે, ત્યાં હનુમાન પણ હોય છે. આ જ કારણ છે કે હું પણ હનુમાનગઢીને આદર આપું છું. તેમના સિવાય હું અન્ય દેવતાઓ અને અયોધ્યાપુરી અને સરયુને પણ પ્રણામ કરું છું. આ ક્ષણે હું દિવ્ય અનુભૂતિ કરી રહ્યો છું, જેમના મહાન આશીર્વાદથી આ કાર્ય પૂર્ણ થયું છે. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું… અમારા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી કમી હતી કે અમે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન મને ચોક્કસ માફ કરશે.
#WATCH | Ayodhya: Prime Minister Narendra Modi says, "…In that period, the separation lasted only for 14 years…In this era, Ayodhya and the countrymen have endured hundreds of years of separation. Many of our generations have suffered this separation…" pic.twitter.com/ph9FLaxOXP
— ANI (@ANI) January 22, 2024
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું ભગવાન રામની પણ માફી માંગવા માંગુ છું… અમારા બલિદાન અને પ્રયત્નોમાં કંઈક એવી કમી હતી કે અમે આટલી સદીઓ સુધી આ કામ ન કરી શક્યા. આજે એ ઉણપ ભરાઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે ભગવાન મને ચોક્કસ માફ કરશે.
#WATCH | Ayodhya: Prime Minister Narendra Modi says, "I have firm belief and immense faith that today, the devotees of Prabhu Ram are completely absorbed in this historic moment…the devotees of Prabhu Ram, in every corner of the country and the world, are deeply feeling… pic.twitter.com/vWKxpXhfQO
— ANI (@ANI) January 22, 2024
એ સમયે જે કાળચક્ર બદલાયું તે રીતે જ કાળચક્ર બદલાશે એવું મને ધનુષકોડીમાં લાગ્યું. નાસિકનું પંચવટીધામ, લેપાક્ષી, શ્રીરંગમ મંદિર, રામેશ્વરમ બધે ગયો. 11 દિવસના ઉપવાસ દરમિયાન મેં સાગરથી સરયૂ સુધીની યાત્રા કરી. દરેક જગ્યાએ રામ નામનો ઉત્સાહ છવાયેલો છે. રામ ભારતવાસીઓના અંતર્મનમાં બિરાજેલા છે. ભારતમાં ક્યાંય પણ કોઈની અંતરાત્માને સ્પર્શ કરીશું તો એક્તવની ભાવના થશે. આનાથી ઉત્કૃષ્ટ સૂત્ર નહીં મળે.
મને દેશના ખૂણે-ખૂણે અલગ અલગ ભાષાઓમાં રામાયણ સાંભળવાનો અવસર મળ્યો. રામને પરિભાષિત કરતાં ઋષિઓએ કહ્યું, રમન્તે યસ્મિન ઈતિ રામ… રામ પર્વથી લઈને પરંપરામાં સમાયેલા છે. લોકોએ રામને જીવ્યા છે. રામ રસ જીવન પ્રવાહની જેમ વહ્યો છે. રામકથા અસીમ છે. રામાયણ પણ અનંત છે. બધે રામના મૂલ્યો સરખા છે.
#WATCH | Ayodhya: Prime Minister Narendra Modi says, "This is a temple of national consciousness in the form of Ram. Ram is the faith of India, Ram is the foundation of India. Ram is the idea of India, Ram is the law of India…Ram is the prestige of India, Ram is the glory of… pic.twitter.com/kOUeC0h71F
— ANI (@ANI) January 22, 2024
આજે દેશ એ વાતનો સાક્ષી છે કે, અગણીત રામ ભક્તો, કારસેવકો અને સંત મહાત્માના ઋણી છીએ. આજની ક્ષણ ઉત્સવની તો છે પણ ભારતીય સમાજની પરિપક્વતાની બોધની ક્ષણ છે. આ અવસર વિજયનો નહીં, વિનયનો પણ છે. ઘણા રાષ્ટ્ર પોતાના ઈતિહાસમાં ઉલઝાઈ જાય છે. તેમાંથી બહાર નીકળવામાં કષ્ટ પડ્યું પણ આપણા દેશે જે ગંભીરતા અને ભાવુકતા સાથે ખોલી છે તે બતાવે છે કે આપણું ભવિષ્ય ભૂતકાળ કરતાં વધારે સરસ બનવા જઈ રહ્યું છે. ઘણા કહે છે, રામ મંદિર બનશે તો આગ લાગી જશે. એ લોકો નિર્માણ પાછળનો હેતુ નથી સમજતા. આ મંદિર સમભાવનું પ્રતીક છે. આ મંદિર કોઈ આગને નહીં, ઊર્જાને જન્મ આપે છે. રામ વિવાદ નહીં, રામ સમાધાન છે. રામ આપણા નથી. રામ તો બધાના છે. તે વર્તમાની નહીં, અનંતકાળના છે.
#WATCH | PM Narendra Modi says, "I got the opportunity to travel from Sagar to Saryu. From Sagar to Saryu, the same festive spirit of Ram's name is visible everywhere…" pic.twitter.com/YkfU4ktJhF
— ANI (@ANI) January 22, 2024
આ માત્ર રામના વિગ્રહરૂપની પ્રતિષ્ઠા નથી, રામ પ્રત્યેના અતૂટ વિશ્વાસની પ્રતિષ્ઠા છે. આ મૂલ્યોની, આદર્શોની પ્રતિષ્ઠા છે. રામ મંદિર દેવ મંદિર નથી, એ ભારતની દ્રષ્ટિનું મંદિર છે. રામના રૂપમાં રાષ્ટ્રચેતનાનું મંદિર છે. રામ ભારતનો આધાર છે. રામ ભારતની ચેતના છે. રામ ભારતનું ચિંતન છે. રામ પ્રવાહ છે. રામ નેતી પણ છે નીતિ પણ છે. રામ વ્યાપક છે. રામ વિશ્વાત્મા છે. એટલે જો રામની પ્રતિષ્ઠા થાય છે તો વર્ષો સુધી નહીં, હજારો વર્ષો સુધી થાય છે.