97માં એકેડમી એવોર્ડની તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત તરફથી અમુક ફિલ્મો ઓસ્કાર એવોર્ડમાં નોમિનેશન માટે મોકલવામાં આવશે. આ વર્ષે ક્રિટિક્સ દ્વારા વખણાયેલી કિરણ રાવ, આમિર ખાનની ફિલ્મ ‘ લાપતા લેડિઝ’ તો રેસમાંથી બહાર નીકળી ગઈ છે ત્યારે ચાલો જાણીએ કે આ વર્ષે ભારત તરફથી કઈ બીજી ફિલ્મો જશે.
આ વર્ષે ઓસ્કાર 2 માર્ચ 2025 ના રોજ લોસ એન્જલસમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે જેનું લાઈવ પ્રસારણ અમેરિકાની એબીસી ચેનલ પર થશે. ભારતીય સમય મુજબ આ અવોર્ડનું જીવંત પ્રસારણ બીજા દિવસે એટલે કે 3 માર્ચે સવારે 4:30 વાગ્યાથી જોઈ શકાશે. વર્ષ 2024માં ભારત તરફથી ‘ ટુ કિલ અ ટાઈગર’ એકમાત્ર ફિલ્મ હતી જે નોમિનેટ થઈ હતી.
- Advertisement -
આ ફિલ્મો છે ટોપ 15માં
ટોપ 15 માંથી ‘લાપતા લેડિઝ’ જે ‘મિસિંગ લેડીઝ’ ના નવા નામે નોમિનેટ કરી હતી તે બહાર નીકળી ગઈ છે પરંતુ ભારત તરફથી બ્રિટિશ-ઇન્ડિયન ફિલ્મમેકર સંધ્યા સાગરીની ફિલ્મ ‘સંતોષ’ ટોપ 15 માં શોર્ટ લિસ્ટ થઈ છે, આ લિસ્ટમાં આ ફિલ્મોનો સમાવેશ થાય છે.
- ધ ગર્લ વિથ ધ નીડલ’ (ડેનમાર્ક)
- યુનિવર્સ લેંગ્વેજ’ (કેનેડા)
- એમિલિયા પેરેઝ’ (ફ્રાન્સ)
- આઈ એમ સ્ટિલ હીયર’ (બ્રાઝિલ)
- વેવ્સ’ ( ચેક રિપબ્લિક)
- ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ’ (જર્મની)
- દાદી કે મરને સે પહલે લાખોં કૈસે કમાયે’ (થાઇલેન્ડ)
- ટચ’ (આઇસલેન્ડ)
- આર્મન્ડ’ (નોર્વે)
- નીકેપ’ (આયર્લેન્ડ)
- ડાહોમી’ (સેનેગલ)
- ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો’ (પેલેસ્ટાઇન)
- ફ્લો’ (લેટવિયા)
- વર્મિગ્લિયો’ (ઇટાલી)
- સંતોષ’ (ઈન્ડિયા)
2023 માં RRRની હતી ધૂમ
- Advertisement -
2024ના ઓસ્કારમાં ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપનહાઇમર’ છવાઈ ગઈ હતી, જેના માટે ક્રિસ્ટોફરને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. કિલિયન મર્ફીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ પહેલા 2023માં ઓસ્કરમાં ભારતનો દબદબો હતો. એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટુ-નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો હતો. ગુનીત મોંગાની ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો.