- ઓસ્કાર 2024માં ઓપનહાઈમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા જેમાંથી તેણે કુલ 7 એવોર્ડ જીત્યા હતા.
આજે અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં 96મો એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ 2024 યોજાઈ રહ્યો છે. આ સમારોહમાં અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને તેનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ઓસ્કાર 2024માં ઓપનહાઈમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા જેમાંથી તેણે કુલ 7 એવોર્ડ જીત્યા હતા. તેમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ ફિલ્મ એવોર્ડ પણ સામેલ છે.
કોણ હોસ્ટ કરી રહ્યું છે?
રશિયા-યુક્રેન યુદ્ધ પર બનેલી ડોક્યુમેન્ટ્રીને ઓસ્કાર પણ મળ્યો હતો. ડોક્યુમેન્ટ્રીના ડાયરેક્ટર સ્ટેજ પર જ ભાવુક થઈ ગયા હતા. હોલીવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્કરમાં વિવિધ ફિલ્મોને 23 કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. આ વર્ષે એવોર્ડ શોના હોસ્ટ જીમી કિમેલ છે.
- Advertisement -
બેસ્ટ ફિલ્મ એવોર્ડ કોને મળ્યો?
બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ઓપનહાઈમરને મળ્યો હતો. જે ખૂબ જ ચર્ચાસ્પદ ફિલ્મ રહી હતી અને તેણે અનેક એવોર્ડ જીત્યા હતા. આ વખતે ફિલ્મના દરેક પાત્રો છવાઈ ગયા હતા અને તેમના પર એવોર્ડનો વરસાદ થયો હતો.
બેસ્ટ એક્ટર
- Advertisement -
બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ કિલિયન મર્ફીને મળ્યો હતો. તેની ઓપનહાઇમરમાં આ ભૂમિકા ભજવી હતી. તે એક લીડિંગ રોલમાં હતો.
Cillian Murphy wins Best Actor at the #Oscars for his role in Christopher Nolan's "Oppenheimer." pic.twitter.com/5Bp2ZRd9SZ
— Apurv Anand (@apurv_anand) March 11, 2024
બેસ્ટ ઓરિજિનલ સ્કોર- બેસ્ટ સોંગ
બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ ઓપેનહેઇમરના લુડવિગ ગોરેન્સનને મળ્યો. બિલી ઇલિશને ફિલ્મ બાર્બીમાં તેના ગીત માટે બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો હતો.
To close out the night, the Academy Award for Best Picture goes to… 'Oppenheimer'! #Oscars pic.twitter.com/nLWam9DWvP
— The Academy (@TheAcademy) March 11, 2024
બેસ્ટ ડાયરેક્ટર
બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ ઓપનહાઈમર ફિલ્મના ક્રિસ્ટોફર નોલેનને જ મળ્યો હતો.
Christopher Nolan ("Oppenheimer") wins Best Director at the #Oscars pic.twitter.com/PBapGGVZAN
— Apurv Anand (@apurv_anand) March 11, 2024
બેસ્ટ એક્ટ્રેસ
એમ્મા સ્ટોનને શ્રેષ્ઠ અભિનેત્રી(બેસ્ટ એક્ટ્રેસ)નો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. સ્ટેજ પર અભિનેત્રી ભાવુક થઈ ગઈ હતી. તેણે એ પણ જણાવ્યું કે તેનો ડ્રેસ ફાટીગયો છે અને તેણે પોતાનો અવાજ ગુમાવી દીધો છે.
બેસ્ટ સાઉન્ડ
કોમેડિયન જ્હોન મુલાનીએ બેસ્ટ સાઉન્ડ માટે ઓસ્કાર એવોર્ડ આપ્યો. આ એવોર્ડ ફિલ્મ ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ દ્વારા જીતવામાં આવ્યો હતો.
લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ
દિગ્દર્શક વેસ એન્ડરસનને તેમની ફિલ્મ ધ વન્ડરફુલ સ્ટોરી ઓફ હેનરી સુગર માટે લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો.
બેસ્ટ સિનેમેટોગ્રાફી
સર્વશ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ કિલિયન મર્ફીની ફિલ્મ ઓપેનહેઇમરને મળ્યો હતો. સિનેમેટોગ્રાફર હોયટે વેન હોયટેમાએ એવોર્ડ મેળવતા પહેલા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનને ગળે લગાવ્યા હતા.
બેસ્ટ ડોક્યુમેન્ટરી
ધ લાસ્ટ રિપેર શોપને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ 20 ડેઝ ઇન મેરીયુપોલનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને દર્શાવે છે. દસ્તાવેજી દિગ્દર્શકે તેમના વક્તવ્યમાં કહ્યું – કાશ મેં આ ફિલ્મ ન બનાવી હોત, કાશ મારે જરૂર ન પડી હોત. હું ઈચ્છું છું કે રશિયાએ યુક્રેન પર હુમલો ન કર્યો હોત. હું રશિયાને તમામ યુક્રેનિયન કેદીઓને મુક્ત કરવા વિનંતી કરું છું. હું ભૂતકાળ બદલી શકતો નથી. પરંતુ મારે કહેવું જોઈએ કે યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા શહીદોને કોઈ ભૂલી શકે નહીં.
બેસ્ટ ફિલ્મ એડિટિંગ
જેનિફર લેનને ફિલ્મ ઓપેનહેઇમર માટે શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગનો એવોર્ડ મળ્યો હતો. જેનિફરનો આ પહેલો ઓસ્કાર એવોર્ડ છે. તેને પ્રથમ વખત ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું.
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ
ફિલ્મ ગોડઝિલા માઈનસ વનને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મની ટીમે તેને પ્રાપ્ત કરી હતી.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર
રોબર્ટ ડાઉની જુનિયરને ફિલ્મ Oppenheimer માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો એવોર્ડ મળ્યો હતો. રોબર્ટનો આ પહેલો ઓસ્કાર એવોર્ડ છે. તેને ત્રણ વખત ઓસ્કારમાં નોમિનેશન મળ્યું છે.
બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ
ફિલ્મ ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ડિરેક્ટર જોનાથન ગ્લેઝરે પોતાના વક્તવ્યમાં ગાઝા અને ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધ અને રક્તપાત તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું.
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન માટેનો ઓસ્કાર એવોર્ડ પણ ફિલ્મ પુઅર થિંગ્સને મળ્યો હતો. ડિઝાઈનર હોલી વેડિંગ્ટને પોતાના વક્તવ્યમાં દરેકનો આભાર માન્યો હતો.
જ્હોન સીના ઓસ્કાર સ્ટેજ પર ન્યૂડ થઇને પહોંચ્યો
ડબ્લ્યૂડબ્લ્યૂઈ સ્ટાર અને હોલિવૂડ એક્ટર જ્હોન સીનાએ ઓસ્કાર 2024માં મંચ પર ન્યૂડ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. હોસ્ટ જીમી કિમેલ સ્ટેજ પર 50 વર્ષ પહેલાની વાત કરી રહ્યો હતો, જ્યારે એક એવોર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન એક ન્યૂડ મેન એવોર્ડ શો સ્ટેજ પર પહોંચ્યો હતો. આ પછી તેણે કહ્યું કે જો આ સ્ટેજ પર આવું થયું હોત તો કેવું લાગત. બાદમાં જોન સીના સ્ટેજ પર છુપાયેલો જોવા મળ્યો હતો. જિમ્મી અને જ્હોને એક ‘પ્રેંક’ તૈયાર કરી હતી જે કરવાની જ્હોને ના પાડી હતી.
બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો એવોર્ડ
ઓસ્કાર 2024માં, બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ અને બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ વોર ઈઝ ઓવર અને ધ બોય એન્ડ ધ હેરન ફિલ્મને મળ્યો.
અચાનક ન્યૂડ થઇને ઓસ્કાર એવોર્ડ આપવા જૉન સીના પહોંચી ગયો સ્ટેજ પર, ભલભલા સ્ટાર્સ ચોંકી ઉઠ્યા, જુઓ પછી શું થયું?
ઓસ્કર 2024માં રેસ્ટલર અને હોલીવુડ એક્ટર John Cenaએ બધાનું ધ્યાન પોતાની તરફ કર્યું છે. અભિનેતા કપડા પહેર્યા વગર એવોર્ડ આપવા સ્ટેજ પર પહોંચ્યા હતા જેને જોઈને ત્યાં હાજર દરેક લોકો ચોંકી ઉઠ્યા હતા.
ઓસ્કર 2024માં WWEના રેસ્ટલર અને અભિનેતા જોન સીનાએ એવું કંઈક કર્યું કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓસ્કર એવોર્ડ્સના સ્ટેજ પર જોન સીના ફિલ્મ પીકેમાં આમિર ખાનની જેમ કપડા વગર જોવા મળશે. જે એવોર્ડની સૌથી મોટી હાઈલાઈટ રહી.
ઓસ્કરના સ્ટેજ પર ન્યૂડ થયા જોન સીના
જોન સીના 2024ના ઓસ્કરમાં કોસ્ટ્યૂમ ડિઝાઈન માટે એવોર્ડ પ્રેઝેન્ટ કરી મિનિમલ કપડામાં પહોંચ્યા. સ્ટેજ પર આવ્યા પહેલા જિમી કિમેલે એખ જુનો ઈતિહાસ યાદ કર્યો. જ્યારે એવોર્ડ પ્રેઝેન્ટ કરવાની વચ્ચે એક ન્યૂડ શખ્સ સ્ટેજ પર દોડવા લાગ્યો હતો. જિમી ઓડિયન્સને કહે છે કે શું તેમને લાગે છે કે આજે કોઈ એવો શખ્સ આવશે. તે બધાને પહેલાથી જ ચેતવી દે છે કે આજે કોઈ કપડા વગર એવોર્ડ પ્રેઝેન્ટ કરવાનું છે.
WHAT IS GOING ON 😭 https://t.co/mMW5hPLmHK
— Salt Flash (@SaltFlash) March 11, 2024
જોન સીના કપડા વગર સ્ટેજ પર આવવાથી ડરતા હતા. સ્ટેજ પાછળથી જિમીને અવાજ લગાવે છે. તે કહે છે કે તે ન્યૂડ થઈને નહીં જઈ શકે. જિમી તેમને મનાવે છે પછી જોન સીના માન્યા અને બેસ્ટ કોસ્ટ્યુમ વાળા કવરથી પ્રાઈવેટ પાર્ટને ઢાંકી અને વિનરની અનાઉન્સમેન્ટ કરવા સ્ટેજ પર આવ્યા. આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.