ઓસ્કાર 2025ના હોસ્ટ જાણો કોણ છે
એમી વિજેતા લેખક, નિર્માતા અને હાસ્ય કલાકાર કોનન ઓ’બ્રાયન હોસ્ટ કરી રહ્યા છે. 97મા એકેડેમી એવોર્ડ્સના હોસ્ટ તરીકે આ તેમનું ડેબ્યુ છે. ઓ’બ્રાયને અગાઉ 2002 અને 2006માં એમી એવોર્ડ્સમાં હોસ્ટીંગ કરી ચૂક્યા છે. તે પોતાના સિગ્નેચર હાસ્યથી ઓસ્કાર નાઇટને યાદગાર બનાવી હતી. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી છે. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું.
મિકી મેડિસનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીત્યો
- Advertisement -
મિકી મેડિસનને ફિલ્મ અનોરા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીત્યો છે.
સીન બેકરે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઓસ્કાર જીત્યો
‘અનોરા’ ફિલ્મને શ્રેષ્ઠ દિગ્દર્શનનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ માટે સીન બેકરને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે.
- Advertisement -
‘આઈ એમ સ્ટિલ હીયર’ને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ ‘આઈ એમ સ્ટિલ હીયર’ (બ્રાઝિલ) ને મળ્યો.
‘ધ બ્રુટાલિસ્ટ’ ને શ્રેષ્ઠ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ જીત્યો
ડેનિયલ બ્લમબર્ગને ‘ધ બ્રુટાલિસ્ટ’ પરના તેમના કાર્ય માટે શ્રેષ્ઠ મૂળ સ્કોરનો ઓસ્કાર મળ્યો.
એડ્રિયન બ્રોડીને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો
‘ધ બ્રુટાલિસ્ટ’ માટે એડ્રિયન બ્રોડીને મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર જીત્યો છે.
“આઈ એમ સ્ટિલ હીયર” ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો
“આઈ એમ સ્ટિલ હીયર” ફિલ્મે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે.
‘અનુજા’ ઓસ્કાર ચૂકી ગઈ
‘આઈ એમ નોટ અ રોબોટ’ ફિલ્મને લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. પ્રિયંકા ચોપરા અને ગુનીત મોંગાની ફિલ્મ ‘અનુજા’ પણ આ શ્રેણીમાં નોમિનેટ થઈ હતી.
‘ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા’ ને શ્રેષ્ઠ દસ્તાવેજી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો
‘ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા’ એ શ્રેષ્ઠ દસ્તાવેજી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. સેલેના ગોમેઝ અને સેમ્યુઅલ એલ. જેક્સને એવોર્ડ આપ્યો હતો.
એમિલિયા પેરેઝના ગીત ‘એલ મલ’ને શ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ જીત્યો
ફિલ્મ ‘એમિલિયા પેરેઝ’ ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ પણ મળ્યો. આ ગીત માટે ક્લેમેન્ટ ડુકોલ, કેમિલ અને જેક્સ ઓડિયર્ડને ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
જો સલડાનાે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો
જો સલડાનાએ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો. તેમને આ એવોર્ડ અમેલિયા પેરેઝ માટે મળ્યો.
કોનન ઓ’બ્રાયન સ્ટેજ પર હિન્દી બોલ્યા
હોસ્ટ કોનન ઓ’બ્રાયન ઓસ્કાર જોવા આવેલા ભારતના લોકોનું સ્વાગત કરે છે. ભાષણ દરમિયાન તેમણે કહ્યું, ‘નાસ્તા સાથે ઓસ્કાર.’
ફિલ્મ સબસ્ટન્સની ટીમે શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ માટે ઓસ્કાર જીત્યો
પિયર ઓલિવિયર પર્સિન, સ્ટેફની ગુલિયન અને મેરિલીન સ્કારસેલીને ફિલ્મ સબસ્ટન્સ માટે શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલનો ઓસ્કાર મળ્યો.
કોન્ક્લેવને શ્રેષ્ઠ સ્ક્રિનપ્લેનો એવોર્ડ જીત્યો
કોન્ક્લેવે શ્રેષ્ઠ સ્ક્રિનપ્લેનો ઓસ્કાર 2025 જીત્યો છે.
અનોરાએ શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રિનપ્લે ઓસ્કાર જીત્યો
શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રિનપ્લે માટે ઓસ્કાર અનોરા માટે સીન બેકરે જીત્યો
ફ્લોએ એનિમેટેડ ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો
ફિલ્મ ફ્લોએ એનિમેટેડ ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો છે.
કિરન કલ્કિનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર જીત્યો
ફિલ્મ “ધ રીઅલ પેઈન” માં તેમના દમદાર અભિનય માટે કિરન કલ્કિનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – કાઈરન કલ્કિન (અ રીઅલ પેઈન)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતવાની રેસમાં કીરન કલ્કિને એડવર્ડ નોર્ટન, યુરા બોરીસોવ, ગાય પીયર્સ અને જેરેમી સ્ટ્રોંગને હરાવ્યા. એવોર્ડ જીત્યા પછી તેમણે બધાનો આભાર માન્યો. તેમણે પોતાના પરિવારની પ્રશંસા કરતા, તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.
વિકેડને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ જીત્યો
પોલ ટેઝેવલે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન માટે ઓસ્કાર જીતનાર પ્રથમ કાળા વ્યક્તિ તરીકે ઇતિહાસ રચ્યો.
‘ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ’ ને શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો
શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ શિરીન સોહાની અને હુસૈન મોલેમીને તેમની ફિલ્મ ‘ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ’ માટે મળ્યો. આ એવોર્ડ એન્ડ્રુ ગારફિલ્ડ અને ગોલ્ડી હોન દ્વારા આપવામાં આવ્યો હતો.
અભિનેતા એડમ સેન્ડલર બાસ્કેટબોલ શોર્ટ્સ અને હૂડીમાં જોવા મળ્યા