દેણુ ન ચુકવી શકતા નાદારી : ખળભળાટ
બેલ્જીયમ (એનટવર્ષ)ની મુળ ભારતીયની ડાયમંડ કંપનીએ નાદારી નોંધાવતા હીરા બજારમાં ખળભળાટ સર્જાયો છે. ભારતીય માર્કેટમાં પણ તેના પ્રત્યાઘાતો પડી શકે છે. રફ અને પોલીશ્ડ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલી આ કંપની 1.7 કરોડ ડોલરમાં કાચી પડી છે.
- Advertisement -
ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે દેવું ચુકવવામાં કંપની નિષ્ફળ ગઈ હતી અને નાદાર થઈ હતી. હીરા ઉદ્યોગના વૈશ્વિક હબ એવા એન્ટવર્ષમાં નાદારીની આ ઘટનાથી ભારે હલચલ સર્જાઈ છે. આ કંપની મુળ ભારતીય એવા સૌરાષ્ટ્રનાં ઉદ્યોગપતિ અને તેની પત્નિની માલીકીની છે તેઓ 30 વર્ષથી એન્ટવર્ષમાં સ્થાયી થયા હતા અને અનેક દેશોમાં તેમનો હીરાનો ધંધો, ફેલાયેલો છે. હીરા ઉદ્યોગનાં સુત્રોએ કહ્યું કે, વૈશ્વિક હીરા માર્કેટની હાલત કેટલાંક વખતથી નબળી છે. કુદરતી હીરાનો વેપાર ધીમો પડી ગયો છે. લેબગ્રોન હીરાનો મોટો પડકાર છે. રશીયાનાં ડાયમંડ પર નિયંત્રણોની પણ અસર છે.
સુરતના ડાયમંડ પોલીસીંગ યુનિટોના ધંધા-કમાણીનાં પણ મોટો કાપ છે. હીરા ઉદ્યોગની મંદીને ધ્યાને રાખીને સુરતનાં ડાયમંડ યુનિટોએ લાંબુ વેકેશન રાખ્યુ હોવાનું ઉલ્લેખનીય છે.