મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા 25 ડિસેમ્બરે મીટિંગ યોજાઈ હતી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
25 ડીસેમ્બર, બુધવારનાં રોજ પાળીયાદની વિસામણબાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજીત ‘ધ હોર્સ ફેસ્ટ’નું સૌરાષ્ટ્ર હોર્સ બિડર્સને આમંત્રણ આપવા માટે તેમજ આયોજિત થનારા કાર્યક્રમની રૂપરેખા માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જગ્યાના મહંત 1008 મહામંડલેશ્ર્વર નિર્મળાબાના શુભાશિષ પ્રાપ્ત કરીને, જગ્યાના મુખ્ય વ્યવસ્થાપક ભયલુબાપુની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા હોર્સ સોસાયટી ટીમનાં સદસ્યો સાથે મીટીંગ યોજાઇ ગઇ. આ બેઠકમાં રાજુભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ ચૌધરી, ડો. નીરજ પટેલ, ડો. નિકુંજ પટેલ, રોનક શુક્લા, કૃષ્ણકાંત શુક્લા, પિયુષ ચૌધરી, કૌશલ પટેલ, મેહુલ પટેલ, તુષારભાઈ દેસાઈ, ચંદ્રેશભાઇ ચૌધરી, કૃણાલ પટેલ, ઝુલ્ફીકાર અલી સાહેબ તેમજ સૌરાષ્ટ્ર હોર્સ બિડર્સ તરફથી ચાંપરાજભાઈ ખાચર, નાગેશભાઈ કુછડીયા (પોરબંદર) રાજદીપભાઈ ગોહિલ (વરતેજ), ઉદયભાઇ સરપંચ (સાલન), રણજીતસિંહ (મેરડું), વલકુભાઈ (બગડ) તેમજ મોટી સંખ્યામાં અશ્ર્વપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગ બાદ સહુએ ઠાકરના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.



