ખાસ-ખબર ન્યૂઝ દીવ
દીવ માં ટીમ મિશન શક્તિ દ્વારા સાઇબર સુરક્ષા અને સલામતી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એજ્યુકેશન હબ દીવના આર્ટસ તેમજ એન એસ એસ યુનિટ ના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ.આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દીવ જિલ્લાના માન. કલેકટર શ્રીમતી ભાનુ પ્રભા તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રી જાટ, કોસ્ટલ પોલીસ સ્ટેશનના એસ એચ ઓ શ્રી નિલેશ કાટેકર તથા કોન્સ્ટેબલ સાઇબર સેલ દીવ ના કુ. મિતલબેન રાઠોડ, એજ્યુકેશન હબ દીવ ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડો હર્ષદ ચૌહાણ તથા કોલેજના પ્રોફેસર ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
- Advertisement -
કાર્યક્રમની શુભ શરૂઆત કલેકટર દીવ શ્રીમતી ભાનુ પ્રભા ના ઉદબોધન દ્વારા કરવામાં આવી. જેમાં વર્તમાન સમયમાં વ્યાપક રીતે વ્યાપ્ત સાઇબર ગુનાઓ તથા તેનાથી બચવાની યુક્તિઓ વિશે કહેવામાં આવ્યું. ત્યારબાદ સાઇબર સેલ દીવના કોન્સ્ટેબલ મિતલબેન દ્વારા સાઇબર ગુનાઓ વિષયક વક્તવ્ય આપવામાં આવ્યું. સાઇબર ગુનાઓ શું છે, તેના પ્રકાર, સાવચેતીના પગલાં વિશે સમજાવ્યું. ઉપરાંત પી એસ આઈ શ્રી નિલેશ કાટેકર દ્વારા સોશિયલ મીડિયા દ્વારા થતાં ગુનાઓ વિશે ચર્ચા કરી. વોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા નો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. તથા પોલીસ વિભાગમાં આવતા વિવિધ કેસો તથા કેસોના ઉકેલ માટે કરવામાં આવતા પ્રયત્નો વિશે જણાવ્યું.તેમના પોતાના સાઇબર ગુનાઓને લગતા કેસો ના અનુભવો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ફોટો એડિટિંગ એપ તથા વિડિયો એપ નો ઉપયોગ કરતા પહેલા સાવચેતી રાખવી. સાઇબર ગુનાને લગતા ફિલ્મ વિશે પણ માહિતી આપી.દીવ જિલ્લાના યુવાઓ સાઇબર ગુના વિશે જાગૃત અને સતર્ક રહે તે માટે સૂચનો આપવામાં આવ્યા.