ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ જિલ્લાના યુવાનો આર્મિમાં ભરતી થાય તે હેતુથી આર્મિ રિક્રૂટિંગ ઓફિસ-જામનગર દ્વારા આગામી સમયમાં તા.11 થી 20 જુલાઈ દરમ્યાન સ્પોર્ટ્સ કોપ્મલેક્ષ, ભાવનગર ખાતે લશકરી ભરતી મેળાનું આયોજન થનાર છે. જેમાં જૂનાગઢના યુવાનો શ્રેષ્ઠ દેખાવ કરી શકે અને પસંદગીના તમામ તબક્કાઓ ઉતીર્ણ કરી રાષ્ટ્ર સેવામાં જોડાય તે હેતુસર 30 દિવસની નિવાસી તાલીમ વર્ગનું આયોજન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનીમય કચેરી દ્વારા કરવામાં આવનાર છે. આ તાલીમ વર્ગમાં ધો.10 પાસ કે તેથી વધુ હોય તેમજ ઉમેદવારની ઉમર 17.5 થી 23 વર્ષથી વધુ ના હોવી જોઇએ.
- Advertisement -
તેમજ શારિરીક અને માનસિક સક્ષમ ઉમેદવાર જ આ તાલીમ વર્ગમાં અરી કરી શકશે અરજી અંગેનું ફોર્મ જિલ્લા વિનિમય કચેરી ખાતેથી વિનીમુલ્યે મેળવી પોતાની અરજી તથા જરૂરી સાધનીક કાગળો સાથે 6 દિવસમાં જીલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે માકલવાની રહેશે અરજી પત્રક તથા ધો.10ની માર્કશીટની નકલ તથા શાળા છોડ્યાનું પ્રમાણ પત્રની નકલ અને આધાર કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો નંગ-2 બેંક પાસબુકની નકલ તેમજ એન.સી.સીનુ પ્રમાણપત્ર ધારવતા હોઇ તો તેની નકલ અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે. તેમજ માહે એપ્રિલ 2024 માં ઓજાયેલ અગ્નિવીરની લેખી પરીક્ષમાં પાસ થયેલ અને એડમીટ કાર્ડ ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી 0285-2620139 પર સંપર્ક કરવા જણાવાયું છે.