હોલિકાપૂજનમાં પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ: મેડીકલ ચેકઅપ, રાસ-ગરબા તેમજ નાના બાળકો માટે વિવિધ રાઈડ્સ મૂકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
શિવસંગમ સોસાયટીના મીતુલભાઈ લાલ, રાજ લાલ તેમજ ઓમ લાલ દ્વારા આગામી તા. 24 ને રવિવારના રોજ સાંજે 8થી 9 દરમિયાન શિવસંગમ સોસાયટી મેઈન રોડ, જલારામ-2, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે હોલિકાદહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હોલિકાની ગોઠવણી અંદાજિત 20થી 22 હજાર ગાયના છાણાથી અંદાજિત 10 ફૂટ જેવડી તેમજ હોલિકાની ગોઠવણી કર્યા ઉપરની સાઈડ અંદાજિત 3થી 4 ફૂટની હોલિકા માતાના ખોળામાં શ્રવણને બેસાડેલી મૂર્તિ સ્વરૂપે ગોઠવણી કરવામાં આવશે. આ કાર્યક્રમને હિંદુ સંસ્કૃતિ મુજબ વિધિ-વિધાન પ્રમાણે પૂજનઅર્ચન કરી શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ અંદાજિત 7થી 8 હજાર લોકો લેશે. આ કાર્યક્રમમાં ધાર્મિક વિધિ મુજબ ધાણી, દાળીયા, ખજૂરની પ્રસાદી આપવામાં આવશે.
નાના છોકરાઓથી લઈને મોટાઓ સુધી અલગ અલગ 8 રાઈડ્સ પણ મૂકવામાં આવશે. આ સાથે કાર્યક્રમને અનુરૂપ રાષ્ટ્રીય તેમજ ભક્તિના ગીતોના મ્યુઝિકલ પાર્ટી ઓરકેસ્ટ્રાના સથવારે યોજાશે. આ કાર્યક્રમમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા અન્ય સામાન્ય રોગો માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું છે. આ સિવાય દર્શન કરવા આવેલી મહિલાઓને મહેંદી મૂકવાનું, રાત્રે 11 વાગ્યા પછી જાહેર રાસ-ગરબાની રમઝટ તેમજ આ વર્ષે લાઈટીંગ ડેકોરેશન સિવાય મુવીંગ એર-લાઈટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ હોલિકાદહનના કાર્યક્રમમાં અલગ અલગ ટાઈપની લાઈટીંગવાળી છત્રીનું ડેકોરેશન તેમજ લાકડાના છોલની કલર કરેલી રંગોળી, ફૂલોના ડીઝાઈનની રંગોળી પણ કરવામાં આવશે. આ સાથે કાર્યક્રમમાં સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં હોળી પ્રાગટ્ય થશે.