ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ અને સંત વેલનાથધામ ચેરિટેબલના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે રવિવારે સવારે 9-00 કલાકે ભારતી આશ્રમ મેળાના ગ્રાઉન્ડથી સંત વેલનાથધામ ખાતે ક્ધયા છાત્રાલય માટે શૈક્ષણિક રથ દ્વારા દિવ્ય ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે. વેલનાથબાપુની ધ્વજારોહણ થયે ત્યાં જ સવારથી વેલનાથ મંદિર ખાતે સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે. લલિતાબેન ઘોડાદ્રા, કિંજલબેન મકવાણા, સોનલબેન ઠાકોર અને બટુકભાઈ ઠાકોર દ્વારા સંતવાણીનું આયોજન તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ સંતો-મહંતો પણ હાજર રહેવાના હોય સમાજના તમામ ભાઈ-બહેનો તથા તમામ ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા સંસ્થાના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા તેમજ પ્રદેશ ક્ધવીનર દિનેશભાઈ મકવાણાની યાદી જણાવે છે.