જૂનાગઢ ઝાંઝરડા રોડના રહીશોનો TP સ્કીમ 11નો વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ શહેરમાં ટી.પી.11માં ઝાંઝરડા રોડ સહિતના અનેક વિસ્તારોના 12 હજાર જેટલા મકાનો આવે છે જેમાંથી અનેક મકાનો રસ્તા પહોળાકરવા માટે કાપવાની નોબત ઉભી થાય તેવી સ્થિતિ છે. અમુક મકાન તો પુરેપુરા કાઢી નાખી ત્યાં રસ્તા બનાવવાની તજવીજ થઇ રહી છે. આ અંગે સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. સ્થાનિકની માંગણી છે કે, જે વિસ્તાર વિકસીત થવાનો હોય ત્યાં ટી.પી.લાગુ કરવી જોઇએ પરંતુ તેના બદલે 80 ટકાથી વધુ વિસ્તાર વિકસીત થઇ ગયો હોવા છતા ત્યાં ટીપી લાગુ કરી સામાન્ય લોકોને મુશ્કેલી ઉભી થાય તેવા નિર્ણયો કરવામાં આવતા વિરોધ શરૂ થયો છે.
- Advertisement -
હાલમાં રસ્તા જે છે તે બરાબર હોવા છતા ટી.પી.ના નિયમ પ્રમાણે પહોળા કરવાના બહાને અનેક મકાનો કપાતમાં લઇ અને એક પણ રૂપિયાનું વળતર આપવાની જોગવાઇ નથી. ઉલ્ટાનું રસ્તાને પહોંળા કરવા માટે સ્થાનિકોએ બેટરમેન્ટ ચાર્જ ચુકવવા પડે તેમ છે. આવી સ્થિતિના લીધે 1600થી વધુ લોકોએ વાંધા અરજી દીધી હોવા છતા અધિકારીઓ ઓફીસમાં બેસી ટીપીના પ્લાન બનાવી રહ્યા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. ત્યારેઅધિક કલકેટરને ટીપી રદ કરવાની માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરી ફરી બાઇક રેલી કલેકટરકચેરીથીમનપા કચેરીએ પહોંચી હતી. જયા મનપાના કમિશનરને ટીપીરદ કરવાની રજૂઆત કરી હતી.