ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટરશ્રી, સમગ્ર શિક્ષા, જિલ્લા પ્રોજેકટ કચેરી-જુનાગઢ માર્ગદર્શન દ્વારા તા.25ના રોજ જુનાગઢ જિલ્લામાં આઈઇડી યુનિટ અંતર્ગત દિવ્યાંગ બાળકો માટે શાળા કક્ષાએ સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કામ કરતાં 40 બહેનો અને 37 ભાઈઓ એમ કુલ 77 સ્પેશિયલ એજ્યુકેટર્સની ઙઘઈજઘ અધિનિયમ-2012ની પ્રાથમિક સમજની તાલીમનું આયોજન બી.આર.સી. ભવન, કેશોદ ખાતે આયોજન કરવામાં આવેલ તાલીમમાં જિલ્લા સમાજસુરક્ષાધિકારીશ્રી રામાણી સાહેબ, જિલ્લા બાળસુરક્ષા અધિકારીશ્રી મહિડા સાહેબ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા લીગલ કમ પ્રોબેસન અધિકારીશ્રી કિરણબેન રામાણી, કાઉન્સેલર નિરૂપા બેન ચાવડા દ્વારા તજજ્ઞની ભૂમિકા બજાવેલ, સાથે સાથે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતું અભિયાન ભારત નશામુક્ત અભિયાન અંતર્ગત તમામે નશામુક્ત થવા અને લોકોને જાગૃત કરવા સપથ લેવામાં આવી હતી સમગ્ર તાલીમને સફળ બનાવવા જિલ્લા આઈઇડી કો.ઓ.શ્રી ગોપાલ ભાઈ પંડ્યા અને બીઆરસી કો-ઓર્ડિનેટર કેશોદ જહેમત ઉઠાવી હતી.
જૂનાગઢમાં દિવ્યાંગ બાળકો માટે શાળા કક્ષાએ તાલીમનું આયોજન
