જંત્રી દર વધવાનાં ભણકારા?
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા તમામ નાયબ કલેક્ટર મૂલ્યાંકનતંત્રને સૂચિત જંત્રી 2023 ક્ષતિરહિત તૈયાર કરી દિવસ 10માં સુપ્રીટેન્ડેટ ઓફ સ્ટેમ્પ ડ્યુટીને મોકલી આપવા બાબત પરિપત્રથી જાણ કરવામાં આવી છે. આ પરિપત્ર પરથી સૂચિત જંત્રી દરમાં વધારો થશે. આ પત્રમાં નાયબ કલેક્ટર મૂલ્યાંકન તંત્રને જણાવવામાં આવ્યું છે કે, સૂચિત જંત્રી માટે સરવેની કામગીરી શરૂ થાય તે પહેલા આપનાં જિલ્લા વિસ્તારની હાલની અમલી જંત્રીમાં રહેલ વિસંગતતા, મીસીંગ રે.સ.નં. /સી.સ.નં. ત્યાર બાદ તા. 01/04/2011 બાદ વિકસિત થયેલ વિસ્તાર તથા નગરપાલિકા તથા મહાનગરપાલિકામાં જાહેર થઇ ફાઇનલ થયેલ ટી.પી. સ્કીમ અને ડ્રાફટ ટી.પી. સ્કીમના વિસ્તાર, હોલીડે હોમ્સનો વિસ્તાર તેમજ અસાધારણ વિકસિત થઇ રહેલ વિસ્તાર જંત્રી-2023 ક્ષતિ રહીત તેમજ વાસ્તવિક ભાવ દર્શાવતી તૈયાર થાય તે હેતુથી અલગ તારવવા ખૂબ જ આવશ્યક છે.
- Advertisement -
ઉકત કામગીરીમાં સૂચિત જંત્રીમાં વાસ્તવિક ભાવ નકકી થાય તે હેતુ માટે પ્રથમ આપના તાબા હેઠળના વિસ્તારમાં રહેલ જંત્રી વિસંગતતાની માહિતી તાલુકા, ગામ વાઇઝ તથા રે.સ.નં. તથા શહેરી વિસ્તારના વેલ્યુઝોન વાઇઝ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન જિલ્લા મૂલ્યાંકન સમિતિ ધ્વારા નકકી થયેલ ભાવ, વિવિધ હેતુઓ માટે સંપાદન અધિકારી ધ્વારા સંપાદન કરાયેલ જમીન અંગે નકકી કરાયેલ ભાવ, જિલ્લામાં આવેલ હોલીડે હોમ્સ અંગે થયેલ દસ્તાવેજોની વિગત, અમલી જંત્રીના અમલ બાદ આપના વિસ્તારમાં ફાઇનલ થયેલ ટી.પી. સ્કીમની વિગત તથા અસાધારણ વિકસિત થયેલ હોય તેવા વિસ્તારની માહિતી અંગે આ સાથે નિયત કરાયેલ પત્રક નંબર, 1 થી 6 ના નમૂના મુજબ તૈયાર કરી દિન-10માં મોકલી આપવા જણાવવામાં આવ્યુ છે.